Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જીવ અજીવ વિષય છે હિંસા, નગમનય મત જુત્ત, સંગ્રહ વ્યવહારૅ કાઈ પ્રતિ જીર્વે ઋજુ સુત્ત. મન, ૧૬૩ [૮-૨૬]
બાળ પૂર્વે કહ્યું કે તે હિંસામાં નય પ્રકાર ઘણા છે. તે પ્રકાર દેખાડે છે. તેહમાં પ્રથમ નૈગમનય જીવને વિષે તથા અજીવને વિષે હિંસા કહે છે. એ નૈગમ ઈમ કહે છે જે જિમ લોકમાં જીવ ફલાણે હણ્યો તિમ ઇણે ઘટ હણ્યો, ઘટ વિનામ્યો ઇત્યાદિક હિંસા શબ્દ સઘલે પ્રવર્તે છે. તથા સંગ્રહનય અને વ્યવહારનય એ બિહું નયને મતે, છકાયને વિષે હિંસા માને, અજીવ હિંસા તે હિંસા નથી માનતો. ઈહાં સંગ્રહના ૨ (બે) ભેદ. દેશગ્રાહી સંગ્રહ તથા સર્વગ્રાહી સંગ્રહ. તેહમાં સર્વગ્રાહી સંગ્રહ તો નૈગમમાં ભલ્યો, માટે દેશગ્રાહી સંગ્રહ ઇહાં લીધો છે. હિંસા શબ્દ અજીવમાં પ્રવર્તતો ન લીધો તે માટે દેશગ્રાહી. તથા વ્યવહાર તો લોક માને તિમ માને. માટે લોક પણ છકાયને હિંસા માને છે તિમ એ પણ કહે છે. તથા ઋજુસૂત્ર નયવાલો પ્રતિ જીર્વે ક0 જીવ જીવ પ્રતિ ભિન્ન ભિન્ન હિંસા માને છે, ઈમ “ઓઘનિર્યુક્તિની વૃત્તિ' મધ્યે કહ્યું છે ઇમ આગલિ ગાથામાં કહેર્યો. તથા ચ તદ્દશઃ -
'तत्र नैगमस्य जीवेष्वजीवेषु च हिंसा तथा वक्तारो लोके दृष्टाः यदुत जीवोऽनेन हिंसितो विनाशितस्तथा घटोऽनेन हिंसितो विनाशितः ततश्च सर्वत्र हिंसाशब्दानुवर्तनात् जीवेषु अजीवेषु च हिंसा नैगमस्य, अहिंसाप्येवमेवेति. संग्रह व्यवहारयोः षट्सु जीवनिकायेषु हिंसा, संग्रहश्चात्र देशग्राही दृष्टव्यः सामान्यरूपश्च नैगमांतर्भावी; व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्चायं तथा च लोको बाहुल्येन षट्ष्वेव जीवनिकायेषु हिंसामिच्छतीति. ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवे નીવે હિંસા તિરિજીમછતૌતિ. [૭૫૪મી ગાથાની વૃત્તિ
હવે શબ્દાર્થ લિખીઈ છેઇ. જીવ-અજીવને વિષે નૈગમનયને મતે હિંસા કહેવી એ જુત્ત ક0 યુક્ત છે. સંગ્રહ તથા વ્યવહારને મતે પર્કાય ક૦ છકાયને વિષે જ હિંસા માને છે. ઋજુસૂત્રને મતે પ્રતિજીર્વે ક0 જીવજીવ પ્રતિ હિંસા માને છે. ઇતિ ગાથાર્થ. ૧૬૩ [૮-૨૬]
સુ0 અહિંસામાં નયના પ્રકાર ઘણા છે તે અહીં દર્શાવાયું છે. નિગમ નયને મતે જીવ અને અજીવ બન્નેને વિશે હિંસા કહેવી યુક્ત છે. જેમકે “જીવને હણ્યો, અજીવ ઘટને હણ્યો-ઘટનો વિનાશ કર્યો.' સંગ્રહ તથા પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org