Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'अत्थं भासइ अरहा, सुत्तं गंथति गणहरा निउणं' ।
ઇતિ વચનાત્. તે માટે અર્થની ના કહેતાં તીર્થકરની આશાતના કરે છે. તે માટે અવલું કરે છે. તાહરે વચને મન રાખીઇ. ૧૬૫ [૯-૧]
સુ૦ પૂર્વ ઢાળમાં નયદષ્ટિએ જે હિંસાની વાત કરી એ સૂત્ર પરની ટીકા, ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ દ્વારા જ સમજાય; કેવળ સૂત્રથી નહીં. સૂત્ર તે સૂચન માત્ર છે. જેઓ સૂત્રો અર્થ નથી માનતા તેમને શિખામણ દેવા માટે આ ઢાળ છે.
જેઓ કેવળ સૂત્રને જ માને છે ને તે પરની ટીકા આદિને નથી માનતા તે સ્વચ્છંદે ચાલનારા છે, આગમાનુયાયી નહીં. તેઓ વિપરીત જ કરનારા છે, ને ભૂલા પડી આથડનારા છે કેમકે સૂત્ર તો ગણધરોએ રચ્યાં, જ્યારે અર્થ તીર્થંકરે કહેલો છે. માટે અર્થને નહીં સ્વીકારનારા તીર્થંકરની આશાતના કરે છે.
પ્રતિમા લોપે પાપીઆ, યોગ અને ઉપધાન, જિનજી, ગુરુનો વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન, જિનજી તુઝ૦ ૧૬૬ [૯-૨]
બાળ તે લોક પ્રતિમાને લોપે છે, એતલે પ્રતિમા ઉથાપે છે. પણ કેહવા છે પાપીઆ ક૦ પાપી છે. સ્યા માટે ? જે કારણે સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતા, ઉપાસક, રાયપસેણી, જીવાભિગમ, જંબુદ્વીપ પન્નતી પ્રમુખને વિષે પ્રતિમા સાક્ષાત્ કહી છે અને તે લોપી ઉત્સૂત્ર બોલે છે. અને ઉત્સૂત્ર તે શ્રી ભગવતીસૂત્રમાં પાપ કહી બોલાવ્યું છે. તે માટે પાપીઆ કહ્યા. તે પ્રતિમાના અધિકાર તો ઉપાધ્યાયજી, ‘હુંડીના સ્તવન’ મધ્યે કહ્યા છે. માટે ઇહાં નથી કહ્યા. વલી યોગને લોપે છે જે માટે નંદીસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઉત્તરાધ્યયન, ઠાણાંગસૂત્ર પ્રમુખ સૂત્રને વિષે યોગ પણ કહ્યા છે. તેનું ઉત્સૂત્ર બોલી યોગને લોપે. ઉપલક્ષણથી શ્રાવકને સૂત્ર ભણાવે તે પણ લઘુ નિશીથ, ઠાણાંગ, સૂગડાંગ, વ્યવહાર ઉપાસક પ્રમુખમાં ના કહી જ છે. તે વાતો પણ ‘હુંડીના તવન' મધ્યે આણી છે માટે નથી કહેતા. તે માટે પાપી છે. વલી ઉપધાન લોપે જે કારણે મહાનિશીથ પ્રમુખમાં ઉપધાન કહ્યા છે. તે લોપ્યા માટે પાપી કહીઇં. વલી ગુરુનો વાસ મસ્તકને વિષે ન ધરે એતલે એ ભાવઃ, જે સમવાયાંગસૂત્ર, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org