Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 આ રીતે અલ્પબુદ્ધિને તો અનેક પ્રકારે વચનવિરોધ લાગે એવા પાઠ સૂત્રોમાં છે. કોઈ જગાએ વાચનાભેદ હોય, ક્યાંક નયભેદે વ્યાખ્યાભેદ હોય, ક્યાંક લિપિભેદ હોય. જેમ સૂત્રમાં તેમ ટીકામાં - અર્થમાં પણ ભેદ દેખાય. આ કારણે ખેદ ધરવો નહીં. અર્થકારથી આજના, અધિક શુભમતિ કોણ?, જિનજી, તોલે અમિય તણે નહીં આવે કહિઈ લો. જિનજી,
તુઝO ૧૯૧ [૯-૨૭] બાળ અર્થકાર જે નિર્યુક્તિ-ટીકાકાર તેહ થકી આજના જે આધુનિક અધિક શુભમતિના ધણી કોણ થયા? એતલે એ ભાવ. જે સમુદ્રબુદ્ધિના ધણી ટીકાકાર, ચઉદ પૂર્વના ધણી નિયુક્તિકાર તેહથી શુભમતિ કોણ થયા ? એતલે શુભમતિ નહીં જ. ઈતિ ભાવ:. લોકમાં ઉખાણો છે જે ખાંડના ખાનહાર તે રીતે એ શુભમતિ જાણવા. તે જ દષ્ટાંતે દઢ કરે છે. તોલે અમિય તણે નહીં ક0 અમૃતને તોલે ન આવે. કહીઈ લૂણ ક0 કોઇ કાલે લૂણ, ઇતિ ભાવઃ, ૧૯૧ [૯-૨૭]. - સુ. જે અગાઉના અર્થકારો – ચૌદપૂર્વના ધણી નિર્યુક્તિકારો અને સમુદ્ર જેવી બુદ્ધિના ધણી ટીકાકારો – તેમનાથી આજના અધિક બુદ્ધિવાળા કોણ હોઈ શકે ? કોઈ કાળે મીઠું (નમક) અમૃતને તોલે આવે નહીં. રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરીખો અર્થ જિનજી, એહમાં એકે હેલીઓ, દિઈ સંસાર અનર્થ. જિનજી,
તુઝ૦ ૧૯૨ [૯-૨૮] બાવે તે માટે રાજા સરીખું ક0 ચક્રવર્તિ બરાબરી સૂત્ર છે. મંત્રીશર સરીખો તે અર્થ છે. એટલે રાજાનો આશય મંત્રી જાણે, તિમ સૂત્રનો આશય અર્થકાર કહે. બીજો કોઈ સૂત્ર-આશય ન જાણે. એહમાં ક0 એ બિહુમાં થકી એકે દિલીઓ ક0 એકે સિંઘું થયું, દિઇ સંસાર અનર્થ ક0 સંસારનો અનર્થ આપે, ભવપરંપરા વધારે. ૧૯૨ [૯-૨૮].
સુ0 સૂત્ર રાજા છે ને અર્થ મંત્રી છે. જેમ રાજાનો આશય મંત્રી જાણે તેમ સૂત્રનો આશય અર્થકાર કહે. આ બન્નેમાંથી એકેયની અવહેલના થાય નહીં. એમ કરવા જતાં ભવપરંપરા જ વિસ્તરે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org