Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બા, હવે પ્રવૃત્તિનામા આશય વખાણે છે. વિણ પ્રવૃત્તિ ક0 પ્રવૃત્તિનામાં ગુણ વિના એક કાજમાં ક0 એક જે ધર્મકાર્ય માંડ્યું તેહમાં નવિ ધરે ક0 ન રાખે, થિર ભાવ ક0 થિરભાવ એટલે એક કાજમાં થિર નહીં અને પ્રારંભિત કાર્યમાં તેહવું પ્રયત્ન નહીં ઈમ પણ સમઝવું. જિહાં તિહાં મુખ ઘાલતા એતલે જ ધર્મસ્થાનક માંડ્યું છે તે મૂકીને અકાલે ફલ વાંછઇ. અને અકાલે ફળ વાંછવું તે તત્ત્વથી આર્તધ્યાન છે. તિવારે જિહાં તિહાં મુડું ઘાલતાં ઢોરસ્વભાવ ધરે. ઢોરનો એ સ્વભાવ છે જે નીચું હોય તે મૂકીને બીજામાં મુખ ઘાલે. ૧૯૯ [૧૦-૬]
સુ0 બીજા પ્રવૃત્તિ નામક ગુણ વિના, જે ધર્મકાર્ય આરંવ્યું હોય તેમાં જીવ સ્થિરભાવ રાખી શકે નહીં. જે ધર્મકાર્ય આરંભે તેમાં અકાળે ફળપ્રાપ્તિ ઈચ્છે અને તત્ત્વતઃ એ આર્તધ્યાન થયું. જેમ ઢોર નીરેલો ચારો બાજુએ રાખી જયાં-ત્યાં મો ઘાલે તેમ આ બીજા ગુણ આશય વિનાનો જીવ ઢોરસ્વભાવ ધારણ કરે. વિના વિઘન જય સાધુને રે, નવિ અવિચ્છિન્નપ્રયાણ રે.. કિરિયાથી શિવપુરી હોઈ રે કિમ જાણે અજ્ઞાણ રે.
પ્રભુત્ર ૨૦૦ [૧૦-9 બા૦ હવે ત્રીજો વિધ્વજય બતાવે છે. વિદન ક0 અંતરાય. તેહનો જય ક૦ જીતવું તે વિધ્વજય કહીશું. તે વિધ્વજયનામાં ગુણ વિના સાધુને કિરિયાઇ કરી અવિચ્છિન્ન પ્રયાણ કિમ થાય ? એતલે મોક્ષમાર્ગ અવિચ્છિન્નપણે કિમ સધાય ? એતલે વિધ્વજય વિના સાધુને ક્રિયાથી અવિચ્છિન્ન પ્રમાણે શિવપુર ન હોય એ વાતો અજ્ઞાની કિમ જાણે ? ૨૦૦ [૧૦-૭]
સુ૦ વિન ઉપર જય તે ત્રીજો વિનય ગુણ. આ ગુણ વિના સાધુ અવિચ્છિન્ન પ્રયાણ ન કરી શકે; મોક્ષમાર્ગ સાધી ન શકે. શીત તાપ મુખ વિઘન છે રે, બાહિર અંતર વ્યાધિ રે, મિથ્થા દર્શન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુટ ૨૦૧ [૧૦-૮]
બાહવે વિપ્ન તથા વિઘ્નનો જય દેખાડે છે. તે વિઘ્નના ભેદ ૩ છે. એક હીનવિપ્ન ૧, એક મધ્યમ વિપ્ન ૨, એક ઉત્કૃષ્ટો વિપ્ન ૩. ૧૫૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org