Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 જેમ આસન આદિથી ટાઢ-તડકાના વિપ્નને દૂર કરાય તેમ ગુરુયોગથી મિથ્યાદર્શન રૂપી વિન પર જય પમાય, આ વિજ્ઞનું જોર જ્ઞાનાભ્યાસ વિના ટળે નહીં. જ્ઞાનાભ્યાસથી પરિણામો દઢ થાય, વિનમાં અચલ રહેવાય, જવરાદિમાં પૂર્વકને સહી શકાય અને સમ્યફ જિનવચન ભાવી શકાય. વિનય અધિક ગુણ સાધુનો રે, મધ્યમનો ઉપગાર રે, સિદ્ધિ વિના હોવે નહીં?, કૃપાહીનની સાર રે. પ્રભુ ૨૦૩[૧૦-૧૦]
બાળ હવે સિદ્ધિનામા આશય વખાણે છે. પોતા થકી અધિક ગુણવંત સાધુનો વિનય તે સિદ્ધિનામા આશય વિશેષ આવ્યા વિના હોય નહીં. તથા મધ્યમ ક0 મધ્યમ ગુણવંતા હોય તેમને ઉપગાર કરે તે પણિ સિદ્ધિયોગ વિના હોય નહીં. તથા હનની ક0 પોતાથી હીનગુણી તેહની સાર ક0 પ્રધાન કૃપા ક0 દયા તે પણિ પછવાડાનું પદ જોડિઇ સિદ્ધિયોગ વિના ન હોય. ૨૦૩ [૧૦-૧૦] - સુ0 ચોથો સિદ્ધિ નામક ગુણ આશય કહે છે. આ આશય વિના પોતાનાથી અધિક ગુણવંત સાધુનો વિનય આવે નહીં. મધ્યમ ગુણવંતા સાધુ પ્રત્યેનો ઉપકાર પણ સિદ્ધિ યોગ વિના થાય નહીં. પોતાનાથી હીનગુણી પ્રત્યેની દયા પણ આ ગુણ-આશયથી જ આવે. વિણ વિનિયોગ ન સંભવે રે, પરને ધર્મે યોગ રે, તેહ વિના જનમંતરે રે, નહીં સંતતિસંયોગ રે. પ્રભુ ૨૦૪ [૧૦-૧૧]
બાળ હવે વિનિયોગનામાં પાંચમો આશય વખાણે છે. વિનિયોગનામા ગુણ વિના ન સંભવે ક0 ન હોય, પરજીવને ધર્મે જોડવું તે ન હોય. તેહ વિના ક0 વિનિયોગ વિના જન્માંતરે ક0 પરભવને વિષે, સંતતિ ક0 પરંપરાનો સંજોગ, તે નહીં ક0 ન હોય. એટલે સિદ્ધિનું કાર્ય તે વિનિયોગ છે. યાવત્ સર્વસંવર થાય તિહાં લગે ધર્મ પરંપરા તૂટે નહીં, તથા વિનિયોગનામાં ગુણ ન થયો હોય તો તુટી જાઈ, એ સર્વ ગુણ જ્ઞાન વિના ન હોય. ૨૦૪ [૧૦-૧૧]
સુ) અહીં વિનિયોગ નામનો પાંચમો આશય કહે છે. આ ગુણ વિના પરજીવને ધર્મમાં જોડવું સંભવે નહીં. વિનિયોગ વિના પરભવને વિશે ૧૫૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org