Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ધર્મનો સંયોગ થાય નહીં. આ ગુણ વિના ધર્મનું સાતત્ય તૂટી જાય. આ સઘળા ગુણ જ્ઞાન વિના ન સંભવે. કિરિયામાં ખેતે કરી રે, દૃઢતા મનની નાહિ રે,
મુખ્ય હેતુ તે ધર્મનો રે, જિમ પાણિ(ણી) કૃષિ માંહિ રે.
પ્રભુ૦ ૨૦૫ [૧૦-૧૨] બાળ હવે પરમેશ્વરની વાણી મીઠી. તે વાણી સ્તવના દ્વા૨ે પ્રભુની સ્તવના કરે. તે પ્રભુની સ્તવના તો પ્રભુજીનું ધ્યાન કરીઇ એતલે વીતરાગની સ્તવના જ થઈ. તે પ્રભુનું ધ્યાન તો બિઠું ભેદે એક સાલંબન, બીજું નિરાલંબન. તેહમાં સાલંબન તે ચક્ષુ પ્રમુખેં કરી જિનપ્રતિમાદિકનું આલંબન કરીને સમવસરણસ્થ જિનસ્વરૂપનું ધ્યાન કરવું ૧, તથા વીતરાગના શુદ્ધ નિરાવરણ આત્મપ્રદેશ સમુદાય ને કેવલ જ્ઞાનાદિક સ્વભાવનું ધ્યાન કરવું તે નિરાલંબન કહીઇં. શુદ્ધ પરમાત્મા ગુળ ધ્યાન નિરાહ્તવન' ઇતિ વચનાત્.
હવે ઇહાં તો સાલંબન ધ્યાનની વાત છે. તે સાલંબન કિમ થાય તે કહે છે. જે જુદા જુદા જીવની અપેક્ષાઇ આઠ ચિત્ત[દોષ]ત્યાગ કરે થકે ધ્યાન થાય તે. આઠ ચિત્ત તે હાં તે કહે છે. યદુક્ત ચતુર્દશે ષોડશકે
“ જીવોદેશ, ક્ષેપો થાન, પ્રાંચ કુ સંÎ: ૮ ૮ युक्तानि हि चित्तानि प्रबंधतो वर्जयेन्मतिमान् ॥ १ ॥'
એ ૮ ચિત્તને દોષે કરી ધ્યાન કરી ન સકે. તેહમાં પ્રથમ ખેદનામા દોષ કહ છે. ખેદ ક૦ થાક. પંથે હીંડતાં જિમ થાકે તેહની પરે ખેદ દોષ કરી કિરિયામાં મનની દૃઢતા ક0 એકાગ્રપણું નાહીં કર ન હોય. એતલઇ ક્રિયામાં પ્રણિધાન ન રહŪ અને તે પ્રણિધાન ધર્મનું મુખ્ય હેતુ છે. જિમ કરસણમાં પાણી તે મુખ્ય હેતુ છે તિમ ક્રિયામાં પ્રણિધાન તે મુખ્ય હેતુ છે. ૨૦૫ [૧૦-૧૨]
સુ॰ વીતરાગની સ્તવના - પ્રભુજીનું ધ્યાન બે પ્રકારે થાય. સાલંબન અને નિરાલંબન. સાલંબનમાં સાક્ષાત જિનપ્રતિમાનું આલંબન લઈને ધ્યાન કરવું. જ્યારે વીતરાગના નિરાવરણ આત્મપ્રદેશનું, કેવળ એમના જ્ઞાનાદિક સ્વભાવનું ધ્યાન તે નિરાલંબન ધ્યાન. આઠ ચિત્તદોષનો ત્યાગ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org