Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉપલક્ષણથી મ્હે ઉચ્ચર્યો કે એ પાઠ નથી ઉચ્ચર્યો ઇત્યાદિ. તે શુભક્રિયા થકી પણ અર્થવિરોધી એહવું જે અકાજ ક૦ ઇષ્ટફલ રૂપ જે કાર્ય તે ન થાઇ તેહને અકાજ કહિઇં. ૨૦૭ [૧૦-૧૪]
સુ૦ ત્રીજો ભ્રાંતિ દોષ (‘ષોડશક'માં આ દોષ પાંચમો છતાં ઉપા. યશોવિજયજીએ એને ત્રીજા દોષ તરીકે વર્ણવ્યો છે.) ભ્રાંતિમાં એક વસ્તુ બીજી તરીકે દેખાય. જેમ કે છીપમાં રજતની બ્રાંતિ થાય. આવી ભ્રાંતિથી ધર્મકૃત્ય કર્યું કે ન કર્યું, પાઠ ઉચ્ચર્યો કે નહીં એવી દ્વિધામાં ક્રિયા થઇ હોવા છતાં અકાજ રહે - ઇષ્ટફલરૂપ કાર્ય ન થાય.
–
શાંતવાહિતા વિણ હોવે છે, જે યોગે ઉત્થાન રે,
ત્યાગ યોગ્ય છે તેહથી રે, અણછંડાતું ધ્યાન રે. પ્રભુજી ૨૦૮ [૧૮-૧૫]
બાળ હવે ઉત્થાનનામા ચોથો દોષ વર્ણવે છઇં. ઉત્થાન ક0 ચિત્તની અપ્રશાંતતા, મન પ્રમુખની ઉચ્છુકતા થકી જિમ કોઈક પુરુષ મદિરા પ્રમુખે કરી મદાવષ્ટબ્ધ થયો હોય તિણિ પરે જે યોગિં ક0 જે યોગને ઉત્થાન ક૦ ઉત્થાનદોષે કરીને, શાંતિવાહિતા વિણ હોય ક0 શાંતિવાહિતા ન હોય, એતલે જે ક્રિયા કરે તેહમાં ઉદ્વેગ રહે પણ ઠરણ ન હોય. પણ તે ક્રિયા કેહવી છે તે કહે છે. ત્યાગ યોગ્ય છે ક ત્યજવા યોગ્ય છે, પણ તેહથી ક૦ તે ત્યાગ યોગ્ય ક્રિયાથી અણછંડાતું ધ્યાન ક૦ છંડાતું-ત્યજાતું નથી એવું ધ્યાન છે. જિમ કોઈ પ્રાણીઇં દીક્ષા લીધી હોય અને સર્વથા મૂલોત્તર ગુણ નિર્વાહ કરવા અસમર્થ છઇં તે પ્રાણીને વિધિપૂર્વક જિમ શ્રાવકાચાર ગ્રહેવાનો ઉપદેશ દીજીએ છીઇ તે લિંગ ત્યજવો યોગ્ય છે, પણ લોકની નિંદા પ્રમુખે અણછંડાતું છે. યતઃ ઉપદેશમાલાયાં-[ગા-૫૦૧]
'जइ न तरसि धारेडं, मूलगुणभरं सउत्तरगुणं च ।
મુત્તુળ તો તિપૂમિ, સુભાવાત્ત વરતારાં ? ' ૨૦૮ [૧૦-૧૫] સુ૦ ચોથો ઉત્થાન દોષ. એટલે કે ચિત્તની અપ્રશાંતતા. આ દોષને લઈને વ્યક્તિ જે ક્રિયા કરે તેમાં શાંતવાહિતા ન હોય. આવી ક્રિયા ત્યાજ્ય છે. પણ લોકનિંદા વ.ને કારણે કરતો રહે છે - છોડતો નથી. જેમ કોઈ દીક્ષિત મૂલ-ઉત્તર ગુણ સર્વથા નિર્વાહ ન કરી શકે તેને શ્રાવકાચાર ગ્રહવાનો ઉપદેશ આપીએ કે સાધુવેશ ત્યજવો યોગ્ય છે, પણ લોકનિંદાને કારણે છાંડી શકાતો નથી. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
For Private & Personal Use Only
Jain Education International
૧૫૫ www.jainelibrary.org