Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
આગ્રહ તે આસંગ દોષ છે. અનુષ્ઠાન શાસ્ત્રોક્ત હોય તો પણ તેમાં જે રંગ [રાગ છે તે દોષરૂપ છે. તેથી એ જ ગુણસ્થાનકે રહે, આગળ વધે નહીં. વીરપ્રભુ ઉપરના રાગને કારણે ગૌતમસ્વામીને ગુણસ્થાનક યથાવત રહ્યું, પણ મોહકર્મ ઉચ્છેદાઈને કેવલજ્ઞાન ન થયું. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે, ઈષ્ટ અર્થમાં જાણીઈ રે, અંગારાનો વર્ષરે. પ્રભુ૨૧૧ [૧૦-૧૮]
બા) હવે અન્યમુદ્ નામા સાતમો દોષ કહે છે. પ્રારંભિત કાર્ય થકી અન્ય સ્થાનકે હર્ષ એહ અન્યમુદ્રનો અર્થ. હવે ગાથાર્થ કહે છે. માંડી કિરિયા ક0 જે ક્રિયા કરે છે. તેહ અવગણી ક0 આદર મૂકીને બીજે ઠામે હર્ષ ક0 બીજી ક્રિયામાં હર્ષ રાખે, એતલે ચૈત્યવંદન કરતો હોય ને સામાયિકમાં હર્ષ, ઇમ સામાયિક કરતો હોય ને ચૈત્યવંદનમાં હર્ષ. તેહ પ્રાણીનઇ ઇષ્ટ અર્થ ક0 વાંછિત અર્થમાં અંગારાનો વર્ષ ક0 અંગારાનો વરસાત વરસે છે. એટલે માંડી ક્રિયામાં જે અણાદર છે તે સર્વ દોષનું મૂલ છે. ૨૧૧ [૧૦-૧૮]
સુ0 સાતમો દોષ અન્યમુદ્ર. આરંભેલી ક્રિયાને અવગણીને બીજી ક્રિયામાં હર્ષ રાખવો તે અન્યમુદ્ દોષ. જેમકે ચૈત્યવંદન કરતાં સામાયિકમાં હર્ષ કરે. આવા પ્રાણીને વાંછિત અર્થમાં અંગારાની વર્ષા થાય. તાત્પર્ય કે માંડેલી ક્રિયાનો અનાદર સર્વ દોષનું મૂળ છે. રોગ હોઈ સમઝણ વિના રે, પીવ-ભંગ સ્વરૂપ રે, શુદ્ધ કિયા ઉચ્છેદથી રે, તેહ વંધ્ય ફલ રૂપ રે. પ્રભુ) ૨૧૨ [૧૦-૧૯]
બાહવે આઠમો રોગનામા દોષ કહે છે. રોગ હોય ક0 રોગનામા દોષ કહિયે. હવે ત્રિણ પદનો અર્થ ભેલો લિખીઇ છે. તે રોગનામાં દોષ કહેવો છે? પીડાભંગ સ્વરૂપ ક0 પીડા સ્વરૂપ અથવા ભંગ સ્વરૂપ. સમઝણ વિના પદ છે તે શુદ્ધ ક્રિયાને જોડીઇ તિવારે અર્થ : જે સમઝિણ પાખે શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ કરે પણ અશુદ્ધ ક્રિયા કરે ખરો. એ રીતે શુદ્ધ ક્રિયાને પીડા થઈ, અથવા શુદ્ધ ક્રિયાનો ભંગ થયો એ ર(બે) અર્થ રોગના થયા. એટલે એ ભાવ જે રોગ દોષ થકે શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ તે વિનાશ કરે તેહ વંધ્યફલ ક0 તે શુદ્ધ ક્રિયા વાંઝિયા ફલ રૂપ થાય. ૨૧૨૧૦-૧૯]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org