Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ અગિયારમી બા) પૂર્વ ઢાલને અંતે શાંત-ઉદાત્ત ગુણ વખાણ્યા. તે શાંત-ઉદાત્ત ગુણ તો ધર્મરૂપ છે. તે ધર્મરૂપ રત્નની યોગ્યતા કોને હોય તે દૂહામાં કહે છે.
એકવીસ ગુણ પરિણમે જાસ ચિત્ત નિતમેવ, ધરમરતનની યોગ્યતા, તાસ કહે તું દેવ. ૨૧૫ [૧૧-૧]
બાએ એકવીસ ૨૧ ગુણ પરણમ્યા હોય જેહના ચિત્તમાં નિત્યમેવ કનિરંતર તે જીવને ધર્મ જે દેશવિરતિ, સર્વવિરતિ રૂપ રતનની યોગ્યતા હે દેવ ! તુહે કહો છો. ૨૧૫ [૧૧-૧]
સુ) જેના ચિત્તમાં ૨૧ ગુણ પરિણમ્યા હોય તે જીવને હે દેવ ! ધર્મરત્નની યોગ્યતા હોય,
ખુદુ નહી ", વલી રૂપનિધિ, સોમ , જનપ્રિય ધન્ય , ફૂર નહી ૬, ભીરુ વલી ૬, અશઠ છે, સાર દખિન્ન 6.
૨૧૬ [૧૧-૨) બા) એ ૨૧ ગુણ દ્રવ્ય શ્રાવકના છે તે સંક્ષેપ કરી કહે છે. વિસ્તાર આગલ કહેસ્ય.
સુદ્રમતિ ન હોય એતાવતા ગંભીર હોય ૧. રૂપનો નિધાન હોય એતાવતા સ્પષ્ટ પંચેંદ્રી હોય ૨. સૌમ્ય હોય એતાવતા સ્વભાવે અપાપકર્મ હોય ૩. જનપ્રિય ક0 લોકને વલ્લભ હોય એતાવતા સદા સદાચારચારી પં. પ૨વિજયજીકૃત બાલાવબોધ
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org