Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ કામકુંભ સરીખો, મોક્ષસુખ આપનારો જે ધર્મ તેનું યશ-માન જેવું તુચ્છ મૂલ્ય આંકીને જીવ કેવળ લોક રીઝે એટલું જ ફળ પામે, પણ અજ્ઞાન ક્રિયાથી મોક્ષવૃક્ષનું સાચું ફળ ન પામે.
કરુણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સસ્નેહ
દ્વેષ ધરતા તેહસ્યું રે, હેઠા આવે તેહ રે. પ્રભુ૦૧૯૮ [૧૦-૫]
બાળ હવે ‘ષોડશક’માં પાંચ ગુણ આશય વિશેષ દેખાડ્યા છઇં. યથા તૃતીય ષોડશકે –
'પ્રાિધિશ્, પ્રવૃત્તિર, વિનયર, સિદ્ધિ, વિનિયોગ, મેતા: પ્રાય: 1 धर्मज्ञैराख्यातः शुभाशयः पंचधात्र विधौ ||१|| '
એ ૫ (પાંચ) ભેદ અન્વય રીતે શ્રી હરિભદ્રસૂરીઇ દેખાડ્યા છે. તે શ્રી યશોવિજય ઉપાધ્યાયજી વ્યતિરેકે દેખાડે છે. તેહમાં પ્રથમ પ્રણિધાન નામા આશય કહે છે. જે હીન ક૦ પોતા થકી હીનગુણી છે એતલે હેઠલિ ગુણઠાણે વર્તે તેહની કરુણા ન કરે. વિણ પણિહાણ સનેહે ક૦ પ્રણિધાનનામા આશય વિશેષના સ્નેહ વિના હીનની કરુણા ન કરે. વલી હીનગુણી ઉપર દ્વેષ કરતાં થકાં જે ‘એહમાં સ્યા ગુણ છઈં?' ઇત્યાદિક દ્વેષ ધરતાં પોતે જ હેઠા આવે. ૧૯૮ [૧૦-૫]
સુ૦ તૃતીય 'ષોડશક'માં પાંચ આશયવિશેષ દર્શાવ્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ તે અન્વયથી દર્શાવ્યા છે. જયા૨ે ઉપાધ્યાય યશોવિજયજીએ તે પરસ્પરના વ્યતિરેકે દર્શાવ્યા છે. આ પાંચ ગુણ તે ૧. પ્રક્રિષિ, ર. પ્રવૃત્તિ, ૩. વિઘ્નજય, ૪, સિદ્ધિ, ૫, વિનિયોગ. અહીં પ્રણિધાન નામે પ્રથમ આશય કહે છે. જે પોતાનાથી હીન ગુણવાળો છે એટલે કે નીચલા ગુણસ્થાનકે વર્તે છે તેની કરુણા પ્રણિધાન નામક આશયવિશેષના સ્નેહ વિના ન કરી શકે. ‘એમાં તે વળી શા ગુણ છે ? એવો દ્વેષ રાખતાં પોતે જ નીચે ઊતરે.
"
એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે,
જિહાં તિહાં મુંડું ઘાલતા રે, ધારે ઢોરસ્વભાવ રે.પ્રભુ૦૧૯૯ [૧૦-૬]
૧૪૯
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org