Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
અનુયોગદ્વારસૂત્ર પ્રમુખને લેખે આવશ્યક નિર્યુક્તિ પ્રમાણ છે. તેમાં ગુરુનો વાસ કહ્યો છે. તે માટે તે લોપ્યો વાસ્તે પાપી કહી છે. વલી કેહવા છે? માયાવી છે. કપટે લોકને ભરમમાં નાખે છે. અક્ષરાર્થ મરડવો તે વક્રતા અને વક્રતા તે માયા. વલી અજ્ઞાન છે. વ્યાકરણાદિક ભણ્યા વિના સૂત્ર વાંચે છે તે ન ઘટે. યત – પ્રશ્નવ્યાકરણાંગે'अह केरिसकं पुणाइ सच्चं तु भासियव्वं जं तं दव्वेहिं पज्जवेहिं य गुणेहिं कम्मेहिउ बहुविहेहिं सिप्पेहिं आगमेहिं य नामक्खाय-निवाय-उवसग्गતદ્વિય-મન-સંfથપ-હેડ-ગોવિય-૩Uતિ-જિરિયા-વિહાળ-થતુ-રવિમ-તિold /’ 'दसविहंपि सच्चं जह भणियं तहय कम्मुणा होइ । दुवालसविहाइ होइ भासावयणं पिय होइ सोलसविहं '॥ ઇત્યાદિ જાણવું. તે જાણે તો જ્ઞાની. અન્યથા અજ્ઞાની કહીઇં. ૧૬૬ [૯-૨].
સુ0 તે લોકો પાપી છે. કારણકે તેઓ પ્રતિમાને ઉથાપે-લોપે છે, પ્રતિમાને લોપી એ વિશે ઉત્સુત્ર બોલે છે, યોગને પણ ઉત્સુત્ર બોલીને લોપે છે, ઉપલક્ષણથી શ્રાવકોને સૂત્ર ભણાવે છે, ઉપધાનનો અસ્વીકાર કરે છે, ગુરુનો વાસ મસ્તકે ધરતા નથી, કપટથી લોકોને ભ્રમમાં નાખે છે. વળી વ્યાકરણ આદિ ભણ્યા વિના સૂત્ર વાંચે છે. એ રીતે અજ્ઞાને ભરેલા છે. આચરણા તેહની નવી, કેતી કહિઈ દેવ, જિનજી, નિત સુટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ, જિનજી. તુઝ0 ૧૬૭ [૯-૩]
બા, તેહ ઢુંઢિયાની આચરણા જે બાહ્ય ક્રિયા તે સર્વ નવી જ છે. મુખ બાંધી બાહિર નીસરવું, દાંડો રાખવો જ નહીં, વિપાકસૂત્ર વિરોધી તથા ભગવતી, દશવૈકાલિક થકી વિરોધી કેતી ક0 કેતલી કહિછે. એટલે ઘણી છે. હે દેવ ! હે આત્મારામ ! હે પરમાણંદવિલાસી ! વલી તેહને નિરંતર તૂટે છે સાંધતાં થકાં, એતલે એ ભાવ જે લોકઉખાણો છે જે “નવ સાંધે ને તેર તૂટે તે ઉખાણો એહને ઘરે છઇં. યથા પૂજા માંહિ હિંસા બતાવે અને પોતે મરે તિવારે સ્યુ કરી છે ? તથા પોતાને વાંદવા આવે તથા દીક્ષામ[મહોચ્છવ કરે તેમાં હિંસા થાય કે ન થાય ઈત્યાદિક બહુ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org