Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
છુપાવે. કોઈ પ્રશ્ન કરે કે ટીકા આદિને માનો છો ? તો ના પાડે. જેમ કોઈ છેલબટાઉ કુપુત્રને કોઈ પૂછે કે “આ તમારે શા સગા થાય ?' ત્યારે બાજુમાં સગો બાપ હોવા છતાં આડોઅવળો જવાબ આપે, એની જેમ ટીકા આદિનો ઉપકાર માથે હોવા છતાં એને જ ના માને. વૃજ્યાદિક અણમાનતા, સૂત્રવિરાધે દીન, જિનજી સૂત્ર અર્થ તદુભય થકી, પ્રત્યેનીક કહ્યા તીન, જિનજી
તુઝ૦ ૧૬૯[૯-૫] બા, નૃત્યાદિક ક0 વૃત્તિ, ચૂર્ણિ, ભાષ્ય તેહનિ અનુસાર પ્રકરણ ચારિત્રાદિક અણમાનતા થકા તે દીન, તે ભાવદયા કરવા યોગ્ય સૂત્રને જ વિરાધે છે, સૂત્રની જ આશાતના કરે છે. યથા “સમવાયાંગસૂત્રે તથા નંદીસૂત્રે સૂત્ર૮૭] કહ્યું છે : -
'आयारे णं परित्ता वायणा संखेज्जा [अणुओगदारा, संखेज्जा] वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ,
સંયો ઇત્યાદિક કહ્યા છે તે માને નહીં, તિવારે સૂત્રને વિરાધે છે.
વલી સૂત્ર પ્રત્યેનીક ૧, અર્થ પ્રત્યેનીક ૨, તદુભય પ્રત્યેનીક ૩ - શ્રી “ઠાણાંગસૂત્રે' કહ્યાં છે. યથા –
'सूयं पडुच्च तओ पडिणीया पन्नत्ता तंजहा-सुत्तपडिणीए अत्थपडिणीए તદુપયાલિ' ઇતિ ઠાણું ૩, ઉદ્દેશ ૪, કહ્યું છે. ઈમ જ ભગવતીસૂત્રે શતક ૮, ઉદ્દેશ ૮ માં છે. તો અર્થ પ્રત્યેનીક તે નિયુકત્યાદિક નથી માનતા. તેને કહિછે અન્યથા અર્થપ્રત્યેનીક તદુભય પ્રત્યેનીક કોને કહિછે તે બતાવો. ઇતિ ભાવક. ૧૬૯ [૯-૫].
સુ0 વૃત્તિ આદિને નહીં માનીને તેઓ સૂત્રની જ વિરાધના આશાતના કરે છે. “સ્થાનાંગ સૂત્ર'માં તો સૂત્ર, અર્થ, અને તદુભય એમ ત્રણ પ્રકારના પ્રત્યેનીકો (વિરોધીઓ) કહ્યાં છે. અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનજી, ભગવાઈ અંગે ભાધિઓ, ત્રિવિધ અર્થ સો કેમ, જિનજી
તુઝO 190 [૯] ૫. પાવિજયજીકૃત બાલાવબોધ
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org