Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બાળ અર્થ ક0 ટીકા પ્રમુખ વિના કિમ પામીશું ? સકલ ક0 સમસ્ત, અનિબદ્ધ ક0 અણીબંધ, ધુરથી છેહડા લગે સર્વ વાત કિમ જડે ?
સૂત્રમાં લિગારેક નામ માત્ર કહે. સંપૂર્ણ તો ટીકા પ્રમુખમાં લાભ, અથવા અનિબદ્ધ ક0 સૂત્રમાં નથી બંધાણા એહવા ભાવ તો ઘણા રહ્યા છે. અત્યંત થાવરમાંથી આવી જિમ મદેવાજી મોક્ષે ગયાં ઈત્યાદિક વિગર બાંધ્યા પ૦૦ આદેશ છે. ઇત્યાદિક કેવલ સૂત્રે કિમ ગમ્ય થાય? તે માટે ગુર્નાદિકના મુખની વાણી સાંભલીઇ. સંપ્રદાઇક હોય તે ધારતાં થકાં હોવે, સર્વ સુબદ્ધ ક0 સર્વ સુબદ્ધ થાય, સુયુક્તિવંત થાય. ૧૮૧ [૯-૧૭]
સુ0 અર્થ વિના, આરંભથી છેડા લગીની ક્રમિક વાતો કેવી રીતે જડે ? સૂત્રમાં તો લગીર નિર્દેશ જ હોય. ટીકામાંથી એ સંપૂર્ણ પમાય. સૂત્રમાં નિબદ્ધ ન થયા હોય એવા ઘણા ભાવો છે. તે કેવળ સૂત્ર દ્વારા કેવી રીતે ગ થાય ? ગુરુમુખેથી વાણી સાંભળતાં, સાંપ્રદાયિક ધારણા કરતાં આ સર્વ સુબદ્ધ થાય. પુસ્તક અર્થ પરંપરા, સઘલી જેહને હાથિ, જિનજી, તે સુવિહિત અણમાનતા, કિમ રહસ્ય નિજ આથિ ?
જિનજી તુઝ) ૧૮૨ [૯-૧૮] બા) પુસ્તક અંગોપાંગાદિક અક્ષર ન્યાસરૂપ અર્થ-ટીકા પ્રમુખ પરંપરા જે ગુરુ સંપ્રદાય સર્વ જેહને હાથે છે એવા જે સુવિહિત શુદ્ધ માર્ગના પ્રરૂપણહારા તેહને અણમાનતાં, અંગીકાર કર્યા વિના, કિમ રહસ્ય? નિજ આથિ ક0 પોતાની સમકિત રૂપ આથિ જે ધન તે કિમ રહસ્ય ? ૧૮૨ [૯-૧૮].
સુ, પુસ્તકો, અર્થ, ગુરુ-સંપ્રદાયની પરંપરા તે સર્વ જેના હાથમાં છે તેવા સુવિહિત શુદ્ધ માર્ગના પ્રરૂપક ગુરુને અંગીકાર કર્યા વિના સમ્યક્ત્વરૂપી સંપત્તિ શી રીતે ટકે ? સદ્ગુરુ પાસે સીખતાં, અર્થ માંહિ વિરોધ, જિનજી, હેતુ વાદ આગમ પ્રતે, જાણે જેહ સુબોધ. જિનજી
તુઝ૦ ૧૮૩ [૯-૧૯] પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org