Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
થકી ક૦ આત્મભાવ હણાણા થકી વિપરીત ક૦ આત્મભાવ ન હણાય તે અહિંસા ક૦ દયા કહીઇ. તાસ ક0 તે પાપસ્થાનકનાં વિરહનું ધ્યાન એહવી એ ભાવ અહિંસા છે. એ પદ અહિંસાનું વિશેષણ છે. ૧૬૧ [૮-૨૪]
સુ॰ જો કોઇ કરણી કરતાં આત્મભાવ હણાતો હોય તો તેમાં હિંસા છે અને આત્મભાવ હણતાં અઢારે પાપસ્થાનક લાગે. પણ એનાથી વિપરીત, કોઈ કરણી કરતાં આત્મભાવ ન હણાય તો તે અહિંસા છે. પાપસ્થાનકના વિરહના ધ્યાન સમી એ ભાવ-અહિંસા છે.
તસ ઉપાય જે જે આગમમાં, બહુવિધ છે વ્યવહાર,
તે નિઃશેષ અહિંસા કહિઈ, કારણ ફલ ઉપચાર, મન૦ ૧૬૨ [૮-૨૫]
બાળ તસ કરુ તે આત્મભાવ ન હણવાના ઉપાય ક૦ પ્રકાર જે જે આગમમાં ક૦ સિદ્ધાંતમાં કહ્યા છે એહવા વ્યવહાર તે બહુવિધ છે ક અનેક પ્રકારના છે. દાન દેવાં, પૂજા-પડિકમણાં-પોસહ ઇત્યાદિક છે. બહુ(બિહુ?)વિધ પાઠ હોય તો ઇમ અર્થ કરીઇં. જે બે પ્રકારનો વ્યવહાર છે, ઉત્સર્ગ તથા અપવાદરૂપ વ્યવહાર છે તે નિઃશેષ ક0 સમસ્ત જેતલા આત્મા ન હણાવાના પ્રકાર છે તે અહિંસા કહીઇ, એતલે એ ભાવ, જે અપવાદ પણિ આત્મા ન હણાવાનાં કારણે છે, તથા દાન, દેવપૂજા પ્રમુખ પણ આત્મા ન હણવાનાં કારણ છે તેહને અહિંસા કહીઇ, ઇમ સ્તવનાકારે ઠરાવ્યું તિવારે અપવાદ તે છાંદો છે, ઉત્સર્ગ તે આજ્ઞા છે એ રીતે પૂર્વે પ્રતિવાદીએ કહ્યું હતું તે દૂર કર્યું. ઇતિ ભાવઃ.
ઇહાં કોઇ કહેસ્થે જે એ અપવાદ પ્રમુખ અનેક આત્મા ન હણાવાનાં કારણને અહિંસા કિમ કહીઇં ? તે માટે કહે છે, કારણ ક૦ કારણને વિષે ફલ ઉપચાર ક૦ કાર્યનો ઉપચાર કરઇ છે. યથા ‘તંદુાન્ વયંતિ પર્જન્ય: ઇતિ ન્યાયાત્. ૧૬૨ [૮-૨૫]
સુ૦ આત્મભાવ ન હણાય એના આગમોમાં કહેલા ઉપાયો - પ્રકારો અનેક છે. જેવાકે દાન, પૂજા, પ્રતિક્રમણ, પૌષધ વ. આત્મા ન હણાવાના આ ઉત્સર્ગ-અપવાદ રૂપે જે સમસ્ત વ્યવહાર છે તેને નિઃશેષ અહિંસા કહેવાય.
કોઇ એમ કહે કે અપવાદ આદિ કારણને અહિંસા કેવી રીતે કહેવાય? તેના જવાબમાં કહે છે. કે કારણને વિશે કાર્યનો ઉપચાર કરાય જ છે.
૧૨૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org