Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
આ ગાથાનો અર્થ બીજી રીતે પણ થાય. ઢુંઢક લોકો ભાવનિક્ષેપને વંદનયોગ્ય ગણે છે. નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાને વંદનયોગ્ય નથી ગણતા. આવા લોકોને અહીં શિખામણ છે કે જે ભાવનિક્ષેપમાં આજ્ઞા છે ને તેથી તે વંદનયોગ્ય છે તો તેના કારણરૂપ નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા પણ વંદનયોગ્ય છે. કારણને માન્યા વિના કાર્યને પામી શકાય નહીં. માટે ભાવનિક્ષેપને માને છે તેણે નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપાને પણ માનવા જોઇએ.
કહ્યું વચન કહ્યું અપવાદે, તે આણ્ણાનુ મૂલ,
મિશ્ર પક્ષ તો મુનિને ન ઘટે, તેહ નહીં અનુકૂલ.મન૦ ૧૫૮ [૮-૨૧]
સુ૦ ‘પંચકલ્પ ભાષ્ય’માં કહ્યું છે કે અપવાદ પણ આજ્ઞાનું મૂળ છે, અર્થાત્ એ પણ ધર્મ છે. અપવાદમાં અધર્મ હોય તો તે મિશ્ર થયું ગણાય. અને મિશ્ર પક્ષ મુનિને હોય નહીં.
અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ,
ભાવ અપેક્ષાઈ જિનઆણા, મારગ ભાખે જાણ, મન૦ ૧૫૯ [૮-૨૨]
બા૦ અપુનર્બંધક ક૦ ફિરી બંધ નથી કરવો તેહને અપુનબંધક કહીઇં. તે અપુનર્બંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ ક૦ યાવત્ ચૌદમું અયોગી કેવલી ગુણઠાણા લગે. ઇહાં અપુનર્બંધક શબ્દ ચોથું ગુણઠાણું જાણીઇં છઇ. જે કારણે અંતઃ કોડાકોડિ થિતિ કરીને ફિરી મિથ્યાત્વે આવે તોહિ પણ સીત્તેર કોડાકોડિ સ્થિતિ ફરી ન બાંધઇ તે માટે અપુનબંધક કહીઈં. તથા વલી ઉપાધ્યાયજીÛ ‘સવાસો ગાથાના તવન' મધ્યે એહવી ગાથા કહી છે. યથા
-
જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટ રે ગુણઠાણા થકી જાવ લહેં શિવશર્મ. ૧.’
એ ગાથાને અનુમાને પણ ઇમ જણાઇ છે. પછી તો અપુનર્બંધકનો અર્થ બહુશ્રુત કહે તે પ્રમાણ. તે ચોથાથી ચૌદમા લગે જિનઆણા ક૦ જિનેશ્વરની આજ્ઞા છે અને જાણ પુરુષ એહને જ મારગ ભાખેં ક૦ કહે છઇં. તે સર્વ ભાવઅપેક્ષાă - ભાવની અપેક્ષાઇ જાણવું. અન્યથા ચોથા
૧. હસ્તપ્રતમાં ૧૫૮મી ગાથાનો બાલાવબોધ નથી. પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે.
૧૨૦
Jain Education International
ઉં. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org