Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'अणगारस्स णं भंते ! भावियप्पणी पुरओ दुहओ जुगमायाए पेहाए रीयं रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोए वा वट्टपोए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जति ? गो[यमा] ! णो संपराइया किरिया कज्जति, इरियावहिया जाव कज्जइ, से केणठ्ठेणं जाव वुच्चइ ? जहा सत्तमसए संवुड्डु देसए નાવ ગઠ્ઠો નિદ્ધિત્તો' ઇતિ. શતક ૧૮, ઉદ્દેશ ૮ મેં છે. ૧૫૦ [૮-૧૩]
સુ॰ પાછલી ગાથામાં જેમ દયા પાળતાં છતાં હિંસાનું ફળ મળે, એથી જુદું, અહીં ક્યારેક હિંસા થાય છતાં અહિંસાનું ફળ મળે તે કહે છે. દેખીતી જે ક્રિયા પાપયુક્ત હિંસા છે પણ સ્વરૂપથી પરમાર્થે તે નિષ્પાપ હિંસા હોય તો જ્ઞાનશક્તિએ કરીને અનુબંધથી તે અહિંસાનું જ ફળ આપે છે.
જિનપૂજા અપવાદ પદાદિક, શીલવ્રતાદિક જેમ, પુણ્ય અનુત્તર મુનિને આપી, દિઈ શિવપદ બહુ ખેમ,
મન૦૧૫૧[૮-૧૪]
બાળ વલી જિમ પૂર્વે મુનિને હિંસા સ્વરૂપથી હતી તે અનુબંધે અહિંસા કહી તિમ જિનપૂજા તથા અપવાદ પદાદિકે વરતતા મુનિ વલી શીલવ્રતાદિક જિમ મુનિને અનુત્તર ક૦ ઉત્કૃષ્ટાં પુણ્ય આપીને એતલે એ કરણી જિનપૂજાદિક યદ્યપિ કિંચિત્ સ્વરૂપથી સાવધ છે, શીલવ્રતાદિક સ્વરૂપથી નિરવદ્ય છે, પણ બિહું ભેદવાલાને અનુબંધઇ તે અહિંસાનું જ ફલ આપે. તે માટે ઇમ કહ્યું જે અનુત્તર પુણ્ય આપીને, દિઇ કર આપે, શિવપદ ક૦ મોક્ષપદ. તે મોક્ષપદ કહેવું છે તેહ કહે છે. બહુ ખેમ ક૦ ઘણું ખેમ છે જિહાં, એતલે પરંપરાઇ એ સર્વ સિદ્ધિનું દેણહાર છે. ઇતિ ભાવઃ, ૧૫૧ [૮-૧૪]
સુ૦ જિનપૂજા આદિ ક્રિયા સ્વરૂપથી સાવદ્ય-પાપયુક્ત છે. અને શીલવ્રત આદિ સ્વરૂપથી નિરવઘ-નિષ્પાપ છે, છતાં એ બન્ને પ્રકારવાળાને અનુબંધથી અહિંસાનું જ ફળ આપે છે જે પરંપરાએ કલ્યાણકારી મોક્ષપદ આપનારું છે.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫
www.jainelibrary.org