Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બા) નિન્દવ પ્રમુખ ક0 જમાલિ પ્રમુખ નિcવ.નિન્દવ સઘલાઇ જૈન લિંગે ક્રિયા પણ જૈનની કરતા હતા. જિમ ભગવતીમાં જમાલીનું મહાસંયમ વખાણ્યું, પણ જેહ અહિંસારૂપ ક૦ તે ક્રિયા હેતુ અહિંસા તથા સ્વરૂપ અહિંસા રૂપ છે, પણ અહિંસા કેહવી છે તે કહે છે. સુર દુરગતિ દેઈ ક0 દેવતાની દુરગતિ એતલે કિલ્બિષિયા પ્રમુખ ગતિ આપીને પછે પાડે ક0 નાખે. દુત્તર ભવજલ કૂપ ક0 દુખે તરાય એવો સંસાર રૂપ જલનો કૂઓ, તેહમાં નાખે ઈતિ. ૧૪૭ [૮-૧૦]. - સુ૨ જમાલી આદિ નિcવો જૈન હતા, જૈનની ક્રિયા કરતા હતા અને ભગવતી સૂત્રમાં એમના મહાસંયમને વખાણ્યું પણ છે. છતાં એમની સર્વ કિયા હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા રૂપે હતી જે કિલ્બિપિયા દેવની દુર્ગતિ આપીને દુસ્તર એવા સંસારકૂવામાં નાખે. દુર્બલ નગન માસ ઉપવાસી, જો છે માયારંગ, તો પણિ ગર્ભ અનંતા વચ્ચે બોલે બીજું અંગ.૧૪૮ [૮-૧૧]
બા, તે ઉપરિ સાખિ દેખાડે છે. દુર્બલ ક૨ શરીરે દુર્બલ થયું હોય, નગન ક0 નાગો રહેતો હોય, માસ ઉપવાસી ક0 માસખમણનું પારણું કરતો હોય - એહવો હોય અને માયારંગ ક0 માયાવંત હોય, એટલે અજ્ઞાન કષ્ટ કરે છે. ઇતિ ભાવઃ એડવો છે તોહિ પણ ગર્ભ અનંતા લહેર્યો ક0 અનંતીવાર ગરભમાં ઉપજર્યો, એતલે અનંતા ભવ કરર્યો ઇતિભાવ:.
બોલે બીજું અંગ ક0 બીજું અંગ જે “સૂડાંગસૂત્ર' ઇમ બોલે છે. યત:
'जइ वि य णिगिणे किसे चरे, जइ विय भुंजइ मासमंतसो । जे इह मायाइ मज्जइ, आगंता गम्भायणंतसो ॥ १ ॥' ।
ઇતિ દ્વિતીયાધ્યાયને. [ઉદે૦૧] એતલે એહની દયા કિસ્ય લેખે ન આવી. ઇતિ ભાવઃ.૧૪૮ [૮-૧૧]
સુ) શરીરે દુર્બળ, નગ્ન રહેનાર વ્યક્તિ માસક્ષમણ જેવાં તપ કરતી હોય પણ માયાવંત હોય તો તેનું તપ અજ્ઞાન કષ્ટ હોઈને તે અનંતા ભવ કરશે એમ બીજા અંગ “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે. 4. પદ્મવિજયજીકત બાલાવબોધ
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org