Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
હ ભેદ વિણ એક અહિંસા, નવિ હવે થિર થંભ, થાવત યોગક્રિયા છે તાવત, બોલ્યો છે આરંભ.મન9૧પર [૮-૧૧]
બાએહ ભેદ વિણ ક0 એ પ્રકાર હેતુ ૧, સ્વરૂપ ૨, અનુબંધ ૩ એ ત્રિસ્ય ભેદે હિંસા તથા એ ત્રણ્ય ભેદે અહિંસા, તે જાણ્યા વિના એક અહિંસા ક૭ એકલી જ અહિંસા સામાન્ય માનીઇં, તે નવિ હોવે ક0 ન હોઇ, થિરથંભ ક0 થિર ભાવે એતલે એકલી અહિંસા ઠરે નહીં. ઇતિ ભાવઃ.
શા માટે ન ઠરે તેહનું હેતુ કહે છે. યાવતુ યોગક્રિયા છે. ક0 જિહાં લગે મનવચનકાયાના યોગની ક્રિયા તે ચલનક્રિયા છે, તાવતું ક0 તહાં લગે, બોલ્યો છે ક0 કહ્યો છે, આરંભ ક0 કર્મબંધ, એતલે પોતપોતાના ગુણઠાણાની મર્યાદા માફિક તેરમા ગુણઠાણા લગે કર્મબંધ છે. અન્યથા ઇર્યાપથિક બંધ બે સમયની સ્થિતિનો કિમ કહ્યો છે ? તે માટે એકલી અહિંસા કહી કામિ ન આવે. તેહના ભેદ સમજે તિવારે જ સર્વ ઠેકાણે જોડે. ઈતિ ભાવ . ૧૫ર [૮-૧૫.
સુ0 આમ ૧, હેતુ, ર. સ્વરૂપ, ૩. અનુબંધ – એ ત્રણે પ્રકારે હિંસા તથા એ ત્રણ પ્રકારે અહિંસા જાણ્યા વિના કેવળ સામાન્ય પ્રકારે એકલી અહિંસા વાસ્તવિક અહિંસા સિદ્ધ નહીં થાય. કેમકે જયાં સુધી મન-વચન-કાયાના યોગની ક્રિયા છે ત્યાં સુધી કર્મબંધ છે. આવો કર્મબંધ તેરમાં ગુણસ્થાનક સુધી છે. માટે એકલી અહિંસાથી કામ ન સરે, એના ભેદ સમજવા પડે. લાગે પણિ લગર્વે નહીં હિંસા, મુનિ એ માયા વાણિ, શુભ કિરિયા લાગી જે આવે, તેહમાં તો નહીં હાણિ.
મનQ૧૫૩ [૮-૧૬] બા) ઇહાં કોઇક ઇમ કહે છે, લાગે પણ લગવે નહીં હિંસા મુનિ ક0 મુનિરાજને હિંસા લાગે, એતલે વિહારાદિક કરતાં હિંસા લાગે છે, પણ લગવું નહીં એટલે હાથે કરીને, જાણીને હિંસા કરે નહીં. ઇતિ ભાવ, ઇતિ પરવચન. એ માયાવાણી ક0 એ વચન પર બોલ્યો તે માયાનું વચન છે. “માતા મે વંધ્યા તેહની પરે માયાગાલી વાત બોલે છે, જે માટે શુભ કિરીયા
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org