Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
નિંદિત આચારે જિનશાસન, જેહને હીલે લોક,
માયા પહેલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફોક. મન૦૧૪૯ [૮-૧૨]
બાળ એ ગાથાનો ઇમ અન્વય યથા : જેહને નિંદિત આચારે લોક જિનશાસન હીલે, ખેતલે જે એકલી દયા માને છે અને અજ્ઞાન કષ્ટ કરે છે તે પ્રાણી[ને] પૂર્વાચાર્યના જીતની ખબર નથી, જેહ જીત વ્યવહારે લોકનિંદા ન કરે, પોતાની મતિએ પ્રવર્તે, તેહના આચરણની લોક નિંદા પણિ કરે, તિવા૨ે જિનશાસનની પણ નિંદા થાય, જે ‘જુઓ, એહવા લોક જિનશાસનમાં છે માટે જિનશાસન પણિ દુર્ગંછા કરવા યોગ્ય છે’ તિવા૨ે જિનશાસનની હીનતાનું કારણ થાય, માટે તસ ક∞ તે પ્રાણીને અજ્ઞાનેં ક0 અજ્ઞાન થયું, તે અજ્ઞાનેં કરીને માયા પહેલી ક૦ રિ માયા થઇ જ. તથા માયા ઠરી તિવાંરે સર્વ અહિંસા ફોક ક0 ખોટી, નિઃફલ જાણવી. જે માટે અજ્ઞાનીની દયા તે હિંસા જ જાણવી. યત :
'मासे मासे य जो बालो, कुसग्गेणं तु भुंजए ।
न सो सुअक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥ १ ॥' ઇતિ ‘ઉત્તરાધ્યયન’ વચનાત્-[અધ્ય.૯, ગા. ૪૪]૧૪૯ [૮-૧૨] સુ૦ જે આપમતિએ આચરણ કરે છે તેની લોક નિંદા કરે છે. ત્યારે જિનશાસનની પણ નિંદા થાય છે. એ રીતે કે આવા લોકો જિનશાસનમાં છે. આમ તેઓ જિનશાસનની હીનતાનું કારણ બને છે. આમ જ્યાં અજ્ઞાન છે ત્યાં અહિંસા નિષ્ફળ થાય છે કેમકે અજ્ઞાનીની દયા હિંસા જ જાણવી.
સ્વરૂપથી નિરવદ્ય તથા જે છે કિરિયા સાવધ, જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દીઇ અનુબંધે સદ્ય.મન૦૧૫૦ [૮-૧૩]
બાળ [આગલી ગાથામાં] દયા પાલે ને ફલ હિંસાનું આપે ઇમ કહ્યું. હવે કહે છે જે કથંચિત્ હિંસા થાય તે પણ અહિંસાનું ફલ આપે. સ્વરૂપથી ક૦ પરમાર્થે તો નિરવદ્ય છે, નિઃપાપ છે, અને છે કિરિયા સાવદ્ય ક૦ દેખીતી યદ્યપિ સાવઘ છે, તોહિ પણ તે જે સ્વરૂપથી હિંસા છે તે જ્ઞાનશક્તિઇ કરીને, દિઇ અનુબંધે ક0 અનુબંધે આપે, અહિંસા ક૦ દયા, સઘ કવ તત્કાલ. એતલે એ ભાવ જે સ્વરૂપ હિંસા મુનિ પ્રમુખની છે, દાન વિહાર પ્રમુખ, તે અનુબંધ અહિંસાનું જ ફલ આપે. યતઃ ભગવત્યાં — ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
――
૧૧૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org