Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જિનશાસન છે એક ક્રિયામાં, અન્ય ક્રિયા સંબંધ, જિમ ભાખીજે ત્રિવિધ અહિંસા, હેતુ સ્વરૂપ અનુબંધ
મન9૧૪૪ [૮-૭] બાળ તથા જિનશાસન તે એક ક્રિયામાં અન્ય ક્રિયા સંબંધ છે, જે કારણ માટે જે હિંસા તેહ જ અહિંસા, જે અહિંસા તેહ જ હિંસા, જે તપસ્યા (તપસ્વી) તેહ જ સ્પૃહા નથી ટલી તો ભોગી, જે ભોગી તેહ જ નિસ્પૃહપણા માટે તપસ્વી ઇત્યાદિક જિનશાસનમાં એકાંત નથી, સ્યાદ્વાદ છે. યતઃ–
'अविधायाऽपि हि यो हिंसां, हिंसाफलभाजनं भवत्येकः । कृत्वाप्यपरो हिंसां, हिंसाफलभाजनं न स्यात् ॥ १ ॥
ઇતિ “અહિંસાષ્ટક વચનાતું. તે વલી હિંસા-અહિંસા અનેક ભેદે આગલિ ગાથામાં દેખાડચ્ચે. જિમ ભાખીને ક0 જિનશાસનમાં કહીશું છે, ત્રિવિધ અહિંસા ક0 ત્રણ પ્રકારની અહિંસા, તે ત્રણ પ્રકાર દેખાડઈ છે. હેતુ ક0 હેતુ અહિંસા ૧, સ્વરૂપ અહિંસા , અનુબંધ અહિંસા ૩, એહ જ વિવરે છે. ૧૪૪ [૮-૭].
સુ0 જિનશાસનમાં એકાંત નથી. સ્યાદ્વાદ છે. અહીં એક ક્રિયા અન્ય કિયા સાથે સંબદ્ધ છે. એટલે જે અહિંસા તે હિંસા પણ હોય તેમજ તપસ્વી છતાં સ્પૃહા ટળી નથી તો તે ભોગી, અને ભોગી છતાં નિ:સ્પૃહતા છે તો તે તપસ્વી, જિનશાસનમાં ત્રણ પ્રકારની અહિંસા છે. ૧ હેતુ અહિંસા, ૨. સ્વરૂપ અહિંસા, ૩, અનુબંધ અહિંસા, હતું અહિંસા જયણા રૂપે જંતુ આઘાત સ્વરૂપ, ફલ રૂપે જે તે પરિણામે, તે અનુબંધ સ્વરૂપ મન9૧૪૫ [૮-૮)
બા ત્રિણ પ્રકારની અહિંસા, તઘથા : હેતુ અહિંસા ૧, સ્વરૂપ અહિંસા ૨, અનુબંધ અહિંસા ૩. તેહમાં હેતુ અહિંસા તે જતના કરવી, જે કારણ માટે જતા તે અહિંસાનું હેતુ છે માટે હેતુ અહિંસા કહીઈ. સ્વરૂપ અહિંસા કહે છે. જંતુ અઘાત ક0 જીવને મારવો નહીં, પ્રાણવિયોગ ન કરવો તેહનું નામ સ્વરૂપ અહિંસા કહી છે. હવે અનુબંધ અહિંસા કહે છે. જે ફલ રૂપે પરિણમે, ફલ જે સ્વર્ગાપવર્ગાદિકે અહિંસા પરિણમે તે અનુબંધ સ્વરૂપ ક0 અનુબંધ અહિંસાનું સ્વરૂપ જાણવું. ૧૪૫ [૮-૮] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org