Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'जं अन्नाणी मूढो जं च अगीयत्थ निस्सिओ विहरे ।
સુમ્પિ સરિસો, પવનંબે વિMિતિ ? //’ ૧૪ર૮-૫]. સુ0 બૌદ્ધ વગેરે એમ માને છે કે દુઃખીને મારીએ તો દોષ ન લાગે, કેમકે એમ કરીને તેને દુઃખમુક્ત કરીએ છીએ. આમ ખરાબ કૃત્યને પણ તે સારું ગણે છે. ઢુંઢક આદિ અજ્ઞાનીનું શુદ્ધ પ્રવર્તન’ પણ આવું જ છે. એમની દ્રવ્ય-અહિંસા પરિણામે હિંસા જ છે અને તે આજ્ઞારહિત છે. ‘ઉપદેશપદ’ ગ્રન્થમાંથી આ જાણવું. એક વચન ઝાલીને છાંડ, બીજા લૌકિક નીતિ, સકલ વચન નિજ ઠામે જોડે એ લોકોત્તર નીતિ. મન9૧૪૩ [૮-૬]
બા૦ હવે એ ગાથાનો અન્વય કરીને અર્થ કરવો. એક લૌકિક વચન ઝાલીને બીજા સકલ નીતિ વચન છાંડે છે ઈત્યન્વય. હવે અર્થ. એક લૌકિક વચન એ જે કોઇને ન હણવો, તે ઉપરિ આગમના પાઠ દેખાડે જે “જો પા, સંન્ને ભૂયા, અન્ને નીતા અન્ને સત્તા ન હંતવ્ય ઇત્યાદિ એહવૂ વચન છે, તો યદ્યપિ આગમનું પણ. લોક પણ પ્રૌઢ માર્ગે ઈમ કહે છે જે કોઇને ન મારવો. તે માટે લૌકિક વચન કહીશું. તે લૌકિક વચન પકડીને બીજા સકલ નીતિ વચન ક0 લૌકિકથી બીજા તે લોકોત્તર એહવા જે વચન દાનદેવપૂજા-સાતમીવચ્છલ પ્રમુખ તે નીતિવચન કહીશું. તે સર્વ છાંડી દિઈ છઇં. પણ એ સર્વ ખોટું કરે છે. જે માટે, સકલ વચન નિજ ઠામે જોડે ક0 સમસ્ત સિદ્ધાંતનાં વચન ઠેકાણે જોડે તે લોકોત્તર નીતિ જાણવી. સકલ વચન એ પદ બીજી વાર બહાં જોડવું. એતલે એ ભાવ જે ગુણઠાણા માફિક સહુસહુની હદિ પ્રમાણે સમસ્ત આગમવચન જોડે. જે આ વચન તે મુનિરાજને આશ્રી છે, આ વચન તે ગૃહસ્થ આશ્રી છે, તે અપેક્ષાઓ શાસનમાં ઘણી છે, તે પોતાપોતાની અપેક્ષા પ્રમાણે જોડે, એ લોકોત્તર નીતિ, તે જિનશાસન નીતિ છે. ઇતિ ભાવક. ૧૪૩ [૮-૬]
સુ0 આગમનું જે વચન છે કે “કોઈ પણ જીવને હણવો નહીં' બસ એ લૌકિક વચનને જ માત્ર પકડી લઈને અન્ય સર્વ લોકોત્તર નીતિવચનોને લોકો છોડી દે છે. જેવાં કે દાન, દેવપૂજા, સાતમીવાત્સલ્ય આદિ. પણ આ ખોટું છે. સમસ્ત સિદ્ધાંત વચનોને યોગ્ય અપેક્ષાએ અને યોગ્ય મર્યાદામાં જોડવામાં લોકોત્તર નીતિ છે. ૧૧૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org