Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'गामाणुगामं दूईज्जमाणस्स दुज्जायं दुप्परक्कंतं भवइ अवियत्तस्स પ્રવસ્તુળો’ અસ્વાર્થ: ગ્રામાનુગ્રામે દુઇજ્ડમાણસ્સ ક0 વિચરતા એકાકીને, દુજ્જાયું ક૦ દુષ્ટ ગમન છે. અર્હશક મુનિની પરે, દુપ્પરક્કત ક દુષ્ટ પર આક્રાંત છે, થુલિભદ્રની ઇર્ષ્યાવંત સિંહગુફાવાસી મુનિને જિમ ઉપકોશાઇં આક્રમ્યા. સર્વમુનિને ઇમ ન હોય તે માટે વિશેષણ કરે છે. અવિયત્તસ્સ ભિકખુણો ક0 અવ્યક્ત ભિખ્ખુને, એતલે એ ભાવઃ અવ્યક્ત બે પ્રકારે. એક શ્રુત અવ્યક્ત, બીજો વય અવ્યક્ત. જે ‘આચારપ્રકલ્પ' ન ભણ્યા હોય અને ગચ્છમાં રહ્યા હોય તે શ્રુત અવ્યક્ત કહીઇં. તથા ગચ્છથી નીકલ્યા તે નવમા પૂર્વની ત્રીજી વસ્તુ ન ભણ્યા હોય તે ગચ્છનિર્ગત અવ્યક્ત કહીઈં. ગચ્છમાં રહ્યાં વરસ સોલના થાય તિહાં લગે વય અવ્યક્ત કહીઈં. ગચ્છનિર્ગત ત્રીસ વરસના થાય તિહાં લગે વયઅવ્યક્ત કહીઇ. ઇતિ. તિહાં ચોભંગી છે. શ્રુત અવ્યક્ત અને વય અવ્યક્ત હોય તે તો એકાકી વિહાર ન જ કરે. સંયમાત્મવિરાધના થાય તે માટે ન કલ્પે. ૧. તથા શ્રુત અવ્યક્ત અને વયે વ્યક્ત તેહને પણ અગીતાર્થ માટે સંયમાત્મવિરાધના થાય. તે માટે એકાકી વિહાર ન કલ્પે. ૨. તથા શ્રુતે વ્યક્ત, વયથી અવ્યક્ત તેહને પણ ન કલ્પે. બાલપણા થકી કુલિંગી તથા ગૃહસ્થને પરાભવનું થાનક હોય તે માટે. ૩. જે શ્રુતવ્યક્ત, વયવ્યક્ત તેહને પણ એકલમલ્લ પ્રતિમા પ્રમુખ કારણે એકાકીપણાની આજ્ઞા છઇં, પણ કારણ વિના નહીં. ૪. ઇત્યાદિક બહુ વાત છે. ‘આચારાંગવૃત્તિ’થી જાણવી. વિશેષે પદ મૂક્યું છે જે કારણે અવ્યક્તને તો વિશેષે ક૦ સર્વથા વાર્યો, તથા વ્યક્તને પણ કારણ વિના વાર્યો છે. તો અવ્યક્તનું સ્યું કહેવું? ઇમ વિશેષ પદે સૂચવ્યું ઇતિભાવ,
તથા પંખી-પોત દૃષ્ટાંતŪ કરી જાણવું. જિમ પંખીનું પોત ક૦ બાલક, તેહને જિમ પાંખ ન આવી હોય અને ઊડવા જાય તો બીજા ઢંક પ્રમુખ જનાવર તેહને ઉપદ્રવ કરે, તિમ અવ્યક્ત અગીતાર્થ બાલક હોય તેહને પરદર્શની ઉપદ્રવ કરે. જાણો પ્રવચનસાર ક૦ જૈનાગમનું એ સાર જાણવું. યતઃ
૯૬
'जहा दिया पोयमपक्खजायं, सावासगापविडं मन्नमाणं । तमचाइयं तरुणपमत्तजाई, ढंकाइ अव्वत्तगमं हरेज्जा ||१|| '
Jain Education International
ઇતિ. [‘સૂત્રકૃતાંગ’ અધ્ય. ૧૪]
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org