Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તો ગીતારથ ઉદ્ધર જેમ હરિ જલથી વેદ, અગીતારથ નવિ જાણે તે સવિ વિધિનો ભેદ. ૧૩૪ [૭-૯]
બાળ વલી ટોલે પણિ જો ભોલે ક0 કદાચિત ટોલું હોય અને ભોલું હોય, કોઈ ગીતાર્થ ન હોય, જે ટોલામાં વસવું તે પણ અંધ પ્રવાહ નિપાત ક0 અંધની જ શ્રેણીમાં પડવું જાણવું. જે કારણ માટે આપ્યા વિના સંઘ ન કહીઇં, ટોલાને પણિ પ્રભુ-આણા સહિત છે તો સંઘ કહીઇ, નહીંતર અસ્થિ તણો સંઘાત ક0 હાડકાનો સમૂહ જાણવો. યત
'एगो साहू एगाय साहुणी सावओ व सड्ढी वा । आणाजुत्तो संघो, सेसो पुण अद्विसंघाओ ॥ १ ॥ ઇતિ “સંબોધ સત્તરી (ગા.૨૯] મધ્યે કહ્યું છે.
તે માટે તો, ગીતારથ ઉદ્ધરે ક0 જે ગીતારથ હોય તેહ જ ઉદ્ધાર કરે, સંસારસમુદ્રમાંથી ભવ્ય જીવને. ઇતિ શેષ. તે ઉપરે દષ્ટાંત કહે છે : જિમ હરિ જલથી વેદ ક0 જિમ કૃષ્ણ મહારાજાઈ સમુદ્રમાંથી વેદ ઉદ્ધર્યા તિમ ગીતાર્થ ઉદ્ધાર કરે ઇતિ અક્ષરાર્થ.
ભાવાર્થ તો ક્યાથી જાણવો. યથા શંખ નામા દૈત્ય ઊપનો, તે બ્રહ્મા પાસે વેદ ભણવા બેઠો. એહવામાં બ્રહ્માને બગાસું આવ્યું. તે બગાસું છે માસે પૂરું થાય. તે બ્રહ્માનું મુખ મોકલું દેખી શંખ દૈત્યે વિચાર્યું જે વેદ ભણતાં પાર કિનારે પામીત્યું? તે માટે બ્રહ્માના પેટમાં પેસીને વેદ લેઇ જાઉં. ઈમ વિચારીને પેટમાં પધસીને વેદ લેઈ ગયો. તે સમુદ્રમાં પાતાલમાં પેઠો. તિવાર પછી શ્રી કૃષ્ણ પ્રમુખેં વિચાર્યું જે બ્રહ્મા તાબુત સરીખા કિમ દીસે છે? વિચાર કરતાં કૃષ્ણ જાણ્યું જે શંખ દૈત્ય વેદ ચ્યારે લઈ ગયો. હવે હું લઈ આવું. ઇમ વિચારી કરી મસ્યાવતાર ધર્યો. તે ધરીને શંખાસુરને ભવનમાં ગયો. જઈને શંખાસુરની સ્ત્રીઓ પાસે બાલકનું રૂપ ધરી આવ્યા. તે સ્ત્રીઉઈં જાણ્યું જે આપણે મનોહર બાલક પામ્યાં. તેહનાં રમાડે છે. એવામાં શંખાસુરના પેટમાં ચ્યારે વેદ વાતો કરવા લાગા જે “આપણી વાહર કરવા ઠાકુર આવ્યા છે. તે વાત સાંભળી શંખાસુરે જાણ્યું જે અનર્થ થયો. તિવારે બાલકને મારવા દોડયો. તિવારે સ્ત્રીને કહ્યું જે “બાલકને મૂકી દીઉ.' તે સ્ત્રીમાં ન મૂક્યો. તિવારે બાલકને
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના જીવનનો
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org