Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એટલા માટે પંખી પોતાના બાળકને સૂનાં મૂકતાં નથી, તિમ મૂર્ખને ગીતાર્થ એકલા ન મુકઇં. ઇતિભાવઃ, ૧૩૧ [૭-૬]
સુO વળી એકાકી વિહાર કરનારને ‘આચારાંગ માં કહ્યું છે તેમ ક્રોધમાન-માયા-લોભ આદિ દૂષણો, અજ્ઞાન-પ્રસાદમાં પ્રવર્તન આદિ અનેક દોષો લાગે. ‘આચારાંગ'માં બધા સાધુઓની આ પ્રમાણે ચોભંગી દર્શાવી છે. ૧. શ્રુત અવ્યક્ત અને વય અવ્યક્ત, ર. શ્રુત અવ્યક્ત અને વય વ્યક્ત, ૩. શ્રત વ્યક્ત અને વય-અવ્યક્ત, ૪. શ્રુત વ્યક્ત તથા વય વ્યક્ત.
આ દરેક પ્રકારમાં આવતા સાધુને એકાકી વિહાર યોગ્ય નથી. ચોથા પ્રકારના સાધુઓને એકલમલ્લપ્રતિમા જેવા કારણે એકાકી વિચરવાની આજ્ઞા છે પરંતુ તેય કશા કારણ વિના નહીં. અવ્યક્ત સાધુઓને તો સર્વથા એકાકી વિહાર માટે વારવામાં આવ્યા છે. કેમકે જેમ બાળ-પંખીને પાંખ ન આવી હોય ને ઊડવા જાય તો અન્ય પ્રાણીઓનો ઉપદ્રવ નડે, તેમ ગીતાર્થ ગુરુ અવ્યક્ત સાધુને સૂના ન મૂકે. એકાકીને સ્ત્રી-રિપુ-શ્વાન તણો ઉપઘાત, ભિક્ષાની નવી શુદ્ધિ, મહાવ્રતનો પણિ ઘાત; એકાકી સ્વચ્છંદપણે નવિ પામે ધર્મ નવિ પામે પૃચ્છાદિક વિણ તે પ્રવચનમર્મ ૧૩૨ [૭-૭]
બા, એકાકી વિહાર કરે તેને સ્ત્રીનો, તથા રિપુ ક0 શત્રુનો, થાન ક0 કૂતરાનો ઉપઘાત થાય. ભિક્ષા પણે (પણ) એકાકી દોષ સહિત લિઇ તો નિષેધ કોણ કરે? માટે ભિક્ષાની શુદ્ધિ પણ ન રહે. મહાવ્રતનો પણિ અનુક્રમે ઘાત થાય. યત –
'दुट्ठपसुसाणसावय इत्थी भिक्खाई दोस दुल्ललिओ । वयघाइ धम्ममाइ, तम्हा रम्मो न एगागी ॥ १ ॥
ઇતિ “પિંડનિયુક્તી.” [2]. તથા 'एगाणियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहिमहव्वय, तम्हा सबिइज्जए गमणं ॥ १ ॥'
–ઇતિ “ધર્મરત્નવૃત્ત.” [ઓઘ નિ., ગા.૪૧૨]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org