Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તેથી ક0 તે સૂત્રમાં એકાકી વિહારની આજ્ઞા છે. તે કારણે એકાકી લિગાર ક0 એકલાં રહેતાં થકાં લિગાર દોષ નથી ૧૨૬ [૭.૧].
સુ0 આગમના રહસ્યને ન જાણતો, છતાં આગમનું શરણું લઈને કોઈ કહે કે “હું ગુરુ, ગચ્છ, ગીતાર્થ – એ સર્વને માનું છું, પણ તેમ છતાં કોઈ દક્ષ પંડિત મારી નજરમાં આવતા નથી. આવા દક્ષ ગીતાર્થનું સાન્નિધ્ય ન મળે તો એકાકી વિહારમાં દોષ નથી.” અણદેખતાં આપમાં તે સવિ ગુણનો યોગ, કિમ જાણે પરમાં વ્રતગુણનો મૂલ વિયોગ; છેદ દોષ તાંઈ નવિ કહ્યા પ્રવચને મુનિ દુરશીલ, દોષ લર્વે પણ થિરપરિણામી, બકુશ કુશીલ. ૧૨૭ [૭-૨
બાળ તેહનો ઉત્તર દિઇ છે. જે ઇમ કહે છે તે પ્રાણી પોતામાં સવિ ગુણનો યોગ ક0 સર્વ ગુણનો સંજોગ તો અણદેખતાં ક0 અણદેખતો થકો એતલે એ ભાવ જે પોતે સકલગુણી તો થયો નથી, તિવારે પોતે દોષવંત થકો કિમ જાણે છે. પરમાં વ્રતગુણનો મૂલ વિયોગ ક0 પરમાં ગુણ મૂલથી નથી ઇમ કિમ જાણ્યું? જે માટે ગુર્નાદિકમાં કાંયક ગુણ હસ્ય જ. દોષનો લેશ દેખીને ગુરુને મુકાય નહીં. યત :
'इय भाविय परमत्था, मज्झत्था नियगुरुं न मुंचंति । सव्वगुणसंपओगं अप्पाणमि वि अपेच्छंता ॥ १ ॥
ઇતિ “ધર્મરત્નપ્રકરણે.” [ગા. ૧૩૬] તથા છેદ દોષ તાંઇ ક0 દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમો છેદ દોષ લાગે. તહાં લગે પ્રવચને ક0 સિદ્ધાંતને વિષે મુનિને દુઃશીલ ક0 દુશીલિયા પીણા નવિ કહ્યા ક0 નથી કહ્યા. યત :
'छेयस्स जाव दाणं तावयमेगंपि नो अइक्कमइ । vi Hફમંતો, મને મૂM / ? ' ઇતિ વચના.
[ધર્મરત્ન પ્રગા.૧૩પની વૃત્તિ અને થોડોઇ દોષ દેખીને ગુરુને નહીં આદરે તો સર્વનો ત્યાગ કરવો પડયે તે કહિઍ છે. પાંચ પ્રકારના નિગ્રંથ યથા : ચૌદ પ્રકારની અત્યંતર ૯૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org