Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 આજ્ઞાની રુચિવાળા જ ચારિત્રને યોગ્ય છે. આજ્ઞાસહિતનું છે તે જ ખરું ચારિત્ર, આજ્ઞાવિહીન ચારિત્રને હરિભસૂરિએ પંચાશક” માં નિષેધ્યું છે. ભલે થોડું, સ્વશક્તિ પ્રમાણેનું, પણ જો સામાચારી સહિતનું હોય તો જ એ લેખે લાગે. માટે કષ્ટ થોડું પણ આજ્ઞાસહિતનું કરવું. * શિષ્ય કહે જો ગુરુ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણી રે જો કુ સિ] = વાસના તો કિમ ત્યજતાં તેહને અવગુણ જાણી રે.
સાવ ૧૨૩ [૬-૨૪]. ૨ ગુરુબોલે શુભ વાસન કહિઈ, પરાવણિજજ સુભાવ રે, તે આયપણે છે આદે જસ મનિ ભદ્રક ભાવ રે.
સા૦ ૧૨૪ [૬-૨૫] સુધુ માની સુધુ થાતાં, ચઉભંગી આચાર રે, ગુરુ કહણે તેમાં ફલ જાણી, લહઈ સુજસ અપાર રે.
સાવ ૧૨૫ [૬-૨૬] સુરુ શિષ્ય કહે છે કે જો અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને ભજનારને સુવાસના થતી હોય તો એવા ગુરુને નિર્ગુણી જાણતાં શા માટે ત્યજવા જોઈએ?
ગુરુ કહે છે શુભ વાસના શબ્દનો અર્થ થાય છે પન્નવસિજજ સ્વભાવ એટલે કે સમજાવ્યો સમજી જાય (પ્રજ્ઞાપનીયતા) તે સ્વભાવ સ્વરૂપ છે (સ્વાધીન); વળી જેનું મન ભદ્રકભાવવાળું છે. વળી આચારાંગ સૂત્રમાં એક ચઉભંગી આવે છે સમ્યગ જાણે /માને અને સમ્યગુ આચરે, સમ્યગ જાણે નહીં પણ સમ્યફ આચરે, સમ્યગુ જાણે પણ સમ્યફ આચરે નહીં, સમ્યગ જાણે પણ નહીં અને સમ્યફ આચરે પણ નહીં. આમાં સમ્યગ આચરણોના ભાંગામાં - આજ્ઞાપાલનમાં સુફળની પ્રાપ્તિ જાણી સુજસ પામીએ.
૧-૩ હસ્તપ્રતમાં ૧૨૩, ૧૨૪, ૧૨૫મી ગાથાનો પંડિત શ્રી પદ્મવિજયનો બાલાવબોધ નથી. પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે. ૮૮
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org