Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ગાંઠિ, નવ પ્રકારની બાહ્ય ગાંઠિ તેથી મુંકાણા તે નિગ્રંથ કહિછે. યતઃ
'गंथो मिच्छत्ताइ धणाइओ अंतरो य बज्झो य । दुविहाओ तओ जे निग्गयत्ति ते हंति निग्गंथा. ॥१॥ मिच्छत्तं १ वेयतियं ४ हासाइ छक्कयं च नायव्वं । कोहाइण चउक्कं १४ चउदस अभिंतरा गंथी. ॥२॥
धणधन्न २ खित्त ३ कुवि ४ वत्थु ५ दुपय ६ कणय ७ रुप्प ८ चउचरणा ९ । नव बाहिरिया गंथी एवं ते हंति पुण पंच. ॥३॥
પ્રિ.સારો.ગા.૭૨૦-૨૨] સુગમ નવરે ચઉચરણા ક૦ ચોપદ. ઇતિ.
પુલાગ ૧, બકુશ ૨, કુશીલ ૩, નિગ્રંથ ૪, સ્નાતક ૫, એહનાં લક્ષણ “ભગવતી સૂત્ર'ના શતક ૨૫, ઉદ્દેશ છઢે જોયો. એ પાંચ કહ્યાં તેહમાં પુલાક ૧, નિગ્રંથ ૨, સ્નાતક ૩, એ ત્રણ્ય તો પ્રતિસેવા રહિત જાણવા. બકુશ ૧ તથા કુશીલ એ બહુને પ્રતિસેવા છે. યતઃ
'मूलुत्तरगुण विसया, पडिसेवा सेवए कुसीलो य । उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणा रहिया ॥४॥
[પંચનિર્ચથી પ્રકરણ) તેહમાં પણિ નિગ્રંથ સ્નાતક તો શ્રેણિ વિચ્છેદ ગઈ તેહમાં ગયા. તથા પુલાક પણિ લબ્લિવિચ્છેદ ગઈ.એ ૩ જંબૂસ્વામી સાથે વિચ્છેદ ગયા. તે હેતુઈ બકુશ તથા કુશીલ એ બિહંથી તીર્થ ચાલે છે. યતઃ
'निग्गंथ सिणायाणं, पुलाग सहियाण तिन्ह वुच्छेओ । समणा, बउस, कुसीला, जा तित्थं ताव होर्हिति ॥५॥
પ્રિ.સારો.ગા.૭૩૦] જે માટે તે છઠ્ઠા સાતમા ગુણઠાણાવંત હોય, અંતર્મુહૂર્તે અવશ્ય પરાવર્ત થાય તિવારૅ છદ્દે ગુણઠાણે આવે, તિહાં અવશ્ય પ્રમત્ત દોષ લાગે. તે માટે દોષનો લવ દેખીને ગુરુનો ત્યાગ કિમ થાય? અને તે ત્યાગ કરીશ તો જગતમાં આજકાલેં નિર્દોષ કોઈ નહીં લાર્ભે. તે માટે દોષ લર્વે પણ ક0 લવ માત્ર પણિ ક0 લવ માત્ર દોષ લાગે તે પણ બકુશ તથા કુશીલ એ બિહું જાતિના મુનિ તે થિરપરિણામી છે. એટલે પરિણામ અતિ ઉન્માર્ગે નથી ચાલતા અથવા ચિરપરિણામી ક0 એ બે મુનિ થિરપરિણામે છે. એટલે પંચમ આરાના છેહડા લગે એહ જ છે. માટે ન ઇંડાય. ઇતિ ભાવઃ. એહનો વિસ્તાર “ધર્મરત્નવૃત્તિથી જાણવો. ૧૨૭ [૭-૨] પં. પઘવિજયજીકૃત બાલાવબોધ
૯૧ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org