Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ગચ્છ બાહિર નીકલે છઇ. ઇતિ ભાવ. ઇહાં કોઈ અન્યથા રીતે એ દૃષ્ટાંત જોડઈ છઇં.
યથા : ગ્લાનનઈ ઉષધ આપે અને આહાર ન આપે માટે રોગીને છાંડ્યો ન કહીછે. સાતમું રોગીને ઉપગાર કર્યો. તિમ ગીતાર્થ ગચ્છ છાંડે તે છાંડ્યો ન કહીશું. સાતમું ગચ્છને ઉપગાર કર્યો ઈમ કહીછે. યત
'नाणाइ गुणविउत्तं जो चयई गुरुगणं च गीयत्थो । अणुकंपेइ तमेव य, आउरभेसज्ज वित्तीए ॥ १ ॥'
ઇતિ વચનાત્. એ બે વ્યાખ્યા છે. માટે જે ગીતાર્થની દૃષ્ટિમાં ઠરે તે ખરો. ઇતિભાવઃ ૧૨૮ [૭-૩]
સુ0 ગુરુમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર માંહેનો પ્રત્યેકનો ઉત્કૃષ્ટ ગુણ જોઈએ. પણ જો એ સર્વથા નિર્ગુણ હોય તો એમને આદરવા જોઇએ નહીં. માટે જે ગીતાર્થ શાસ્ત્રકથિત ઉત્સર્ગ-અપવાદની સર્વ વિધિથી જ્ઞાત હોય તેવા આત્મા નિર્ગુણ ગુરુ-ગચ્છને ત્યજી શકે.
આનું દૃષ્ટાંત એ છે કે રોગીને રોગ હોય ત્યાં સુધી જ ઔષધ અપાય તેમ સાધુ અગીતાર્થ હોય ત્યાં સુધી જ ઔષધની પેઠે ગચ્છની જરૂર, પણ જયારે તે નીરોગી – ગીતાર્થ થાય કે ગચ્છરૂપી ઔષધની જરૂર નથી.
આ લાન - ઔષધનું દૃષ્ટાંત બીજી રીતે પણ વિચારી શકાય. કોઈ માંદાને ઔષધ આપે અને આહાર ન આપે તો માંદાને ટાળ્યો એમ ન કહેવાય, ઊલટાનો ઉપકાર કર્યો કહેવાય; એ જ રીતે ગીતાર્થ ગચ્છ છોડે તો તે ત્યજયો એમ ન કહેવાય પણ ઊલટો ગચ્છને ઉપકાર કર્યો કહેવાય. તે કારણ ગીતારથને છે એક વિહાર, અગીતારથને સર્વ પ્રકારે તે નહીં સાર; પાપ વરજતો કામ અસજતો ભાંખ્યો જેહ, ઉત્તરાધ્યયને” ગીતારથ એકાકી તેહ. ૧૨૯ [૭-૪
બાવે તે કારણ ક0 પૂર્વે કહ્યા તે કારણે ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા છે. યતઃ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૯૩
Jain Education International
For Private ep For Private & Personal Use Only
www.jainelibrary.org