Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ૦
અહીં આનો ઉત્તર આપે છે :
જે ઉપર પ્રમાણે કહે છે તે સર્વગુણસંપન્ન તો નથી જ. પોતે દોષવંત હોવા છતાં અન્ય મહાત્મામાં વ્રત-ગુણ મૂળથી જ નથી એમ શી રીતે જાણી શકે ? કે કહી શકે ? ગુરુમાં કાંઇક તો ગુણો હોય જ ને ! તો દોષનો લવમાત્ર દેખી એમને ત્યજાય નહીં. દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમો દોષ લાગે ત્યાં સુધી સાધુને કુશીલ કે હીણા કહ્યા નથી. વળી જરીક દોષને લઇને ગુરુને ન આદરે તો પછી સર્વનો જ ત્યાગ કરવાનો થાય. કેમકે-પુલાક, બકુસ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચમાંથી પુલાક, નિગ્રંથ અને સ્નાતક શ્રેણિ જંબુસ્વામી સાથે વિચ્છેદ ગઈ. એટલે કેવળ બકુસ અને કુશીલ એ બે દ્વારા જ તીર્થ ચાલે છે. માટે પ્રમત્ત દોષનો લેશ માત્ર દેખીને એમને ત્યજવા જતાં કોઇ નિર્દોષ આ જગતમાં પ્રાપ્ત થશે જ નહીં. પંચમ આરાના છેડા સુધી આ બકુસ અને કુશીલ એ બે પ્રકારના જ મુનિ છે. અને તેઓ થિરપરિણામી (અતિ ઉન્માર્ગે જેમના પરિણામ નથી તેવા) છે, માટે ગુરુને ત્યજવા નહીં.
જ્ઞાનાદિક ગુણ પણિ ગુર્વાદિક માંહે જોય, સર્વ પ્રકારે નિર્ગુણ નવિ આદરવો હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગ્લાનૌષધ દૃષ્ટાંતે મૂઢ ધરે મન ગર્વ.૧૨૮ [૭૩]
બાળ તે માટે જ્ઞાનાદિક ક૦ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં હરકોઇ ઉત્કટ ગુણ ગુર્વાદિક માંહિ જોય ક૦ ગુર્વાદિકમાં જોઇઇ. સર્વ પ્રકારે ક0 સર્વથા જ નિર્ગુણ હોય તો નવિ આદરવો ક૦ ન આદરીઇ. તે છાંડે ક૦ ગચ્છને પણ નિર્ગુણ જાણીને તે પ્રાણી ત્યજે, ગીતાર્થ હોય તથા જે જાણે વિધિ સર્વ ક૦ જે પ્રાણી સર્વ વિધિ ઉત્સર્ગ-અપવાદ પ્રમુખની જાણતા હોય તે ઉપરિ દૃષ્ટાંત કહે છે. ગ્લાનૌષધ દૃષ્ટાંતે ક૦ માંદાને ઉષધને દૃષ્ટાંતે. તથાહિ: જિહાં લગે રોગ તિહા લગે ઉષધ, તિમ જિહાં લગે અગીતાર્થ તિહાં લગે ઉષધ સંદેશ ગચ્છ.
જિવા૨ે નીરોગી સદેશ ગીતાર્થ થયો તિવારેં ઉષધનું, તે ગચ્છનું કામ નહીં. તે માટે મૂઢ ધરે મન ગર્વ ક૦ મૂર્ખ છે તે અહંકાર મનમાં ધરીને ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૯૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org