Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 વિવરણ કે વ્યાખ્યાન રહિત અભિન્ન સૂત્રને આધારે ક્રિયાઅનુષ્ઠાન કરનારનો સઘળો ઉઘમ અજ્ઞાન કષ્ટમાં પડે છે. કેમકે ટીકાવિવરણ વિના આ કેમ સમજાય ? અને “અનુયોગની વ્યાખ્યા પણ નિરર્થક બની જાય. એ તો ઋજુભાવે એકાકી, ચાલે તેહને જુત્ત રે, વાગ્યે કુવાસન જે અકુવાસન, શારાધિક ઉત્ત રે. સાવ ૧૧૯૬-૨૦]
બાળ હવે જ્ઞાનથી અલગા કિવારે હોય તે કહે છે. સકારણે એકાકી રહેવું પડે તે અસિવાદિક કારણ ઘણાં છે યતઃ
'असिवे ओमोयरिए, रायभये, खुभिय उत्तमद्वेअ । ડિઝ ગાગાસણ સેવા વેવ માયિg / ? ” [ઓઇ.નિ.ગા.૭]
ઇમ કારણના અર્થ વિસ્તારી લિખ્યો છે. ઇહાં લિખતાં તે વિસ્તાર ઘણો થાય માટે વિસ્તારતા નથી. પણિ એક અવિકારણ લિખીઈ છે. યથા સાધૂ બાર વરસ આગલ ખબરિ રાખે, જ્ઞાનાદિક અતિશયે કરીને યથા અમુક વરસે અશિવ થાયૅ, કદાચિત્ બારે ઉપયોગ ન રહ્યો હોય તો અગ્યાર, તે નહીં તો દશ ઇત્યાદિક યાવતુ એક વરસ પહેલાં પણ ઉપયોગ રાખે. તે ઉપયોગ ન રહ્યો હોય તો જિવારે અશિવ જાણે તિવારે સાધુ તિહાંથી વિહાર કરે. તેમાં કોઈક ગ્લાન સાધૂ હોય તે વિહાર ન કરી સકે તિવારે એકલા, ઇમ કારણે જ્ઞાની વિના પણ હોય, તેહમાં પણિ સાધુ ભદ્રક અને ગૃહસ્થ પ્રાંત અને [સાધુ પ્રાંત] અને ગૃહસ્થ ભદ્રક ૨ તથા સાધુ ભદ્રક અને ગૃહસ્થ પણિ ભદ્રક ૩ તથા સાધૂ પ્રાંત અને ગૃહસ્થ પણિ પ્રાંત એવં ચોભંગી થાય ઇત્યાદિક સર્વ “ઓઘનિર્યુક્તિમાં વિસ્તાર છે તે જોયો. હવે અક્ષરાર્થ. જે સાધૂ ઋજુભાવું ક0 ભદ્રક થકા પૂર્વોક્ત રીતે એકાકી ચાલે ક0 રહ્યા હોય તેહનેઇ જુત્ત ક0 કોઈક પૂર્વોક્ત રીતે એકાકીપણું યુક્ત છે પણિ અન્યથા નહીં ઇતિ ભાવ.
વલી બે પ્રકારના ઘટ ચાલ્યા છે. યથા : ભાવિત અને અભાવિત. તેહમાં અભાવિત તે નવા ઘટ અને ભાવિતના ર ભેદ. શુભદ્રવ્યે ભાવિત અને અશુભ દ્રવ્ય ભાવિત. તે એકેકમાં બે બે ભેદ. એક વાગ્યે અને અવાગ્યે. વામ્ય તે વાસના ટાલી સકીછે. અવાગ્યે તે ટાલી ન સકી .
પં. પવવિજયજી કૃત બાલાવબોધ
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org