Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
દૂષણ કાઢીને હીલના ન કરે, ૧,ભક્તિ તે ઉચિત ઉપચારરૂપ ૨, બહુમાન તે અંતરની પ્રીતિ પ્રતિબંધરૂપ ૩, વર્ણસંજ્વલના તે યશ બોલવા ૪ - એ રીતે તેહને ચોગુણા કરતાં પર ભેદ થાય. ઇતિ ‘પ્રવચન સારોદ્ધારે’ એ અધિકાર જોજો. ઉપલક્ષણથી જિમ બાવન્ન કહ્યા તિમ ૯૧ ભેદ સમવાયાંગે તથા ૪૫ ભેદ તથા ૧૦ ભેદ ઇત્યાદિક અનેક ભેદ ગ્રંથાંતરથી જાણવા. તે સર્વ ભેદનું સીખવું, તે રીતે પ્રવર્ત્તવું તે તેહનો પરિપાક કહીઇં. તે પરિપાક ન લહે ક૦ એકાકી સાધૂ ન પામે. એકાકી સાધૂ કોહની પાસે સીખઇં? તથા કેહનો વિનય કરે ? ઇતિ ભાવઃ. ૧૧૭ [૬-૧૮]
સુ૦ ગીતાર્થ સાધુઓથી અળગા - સ્વતંત્ર રહેતા તે મુનિઓ રાજહંસથી જેમ કાગડો અલગ તરી આવે એવા દેખાય છે. શાસ્ત્રકથિત વિનયના બાવન ભેદ(તેમજ જુદાજુદા ગ્રંથોમાં ન્યૂનાધિક ભેદ કહ્યા છે તે)નો અભ્યાસ - પ્રવર્તન (પરિપાક) આવા એકાકી સાધુ પામી શકતા નથી.
સર્વ ઉદ્યમે પણિ તસ બહુ ફલ, પડે કષ્ટ અત્રાણ રે, સૂત્ર અભિન્ન તણે અનુસારે, ‘ઉપદેશમાલા’ વાણ રે.
સા૦૧૧૮ [૬-૧૯]
બાળ સર્વ ઉદ્યમેં પણિ ક૦ સર્વ ક્રિયાનું, અનુષ્ઠાનનો ઉદ્યમ તે બહુફલ કર તેહનું જે ઘણું ફલ સ્વર્ગાદિક તે. પડે કષ્ટ અક્ષાણ રે ૬૦ અજ્ઞાન કષ્ટમાં પડે એતલે નિર્જરા ન થાય, સંસાર પરિત ન થાય. કોહને ન થાય તે કહે છે. અભિન્ન સૂત્ર ક0 અવિવૃતાર્થ એહવું જે સૂત્ર, વિશિષ્ટ વ્યાખ્યાન રહિત એહવું જે સૂત્ર, તેહને અભિન્ન સૂત્ર કહીઇં. તે અભિન્ન સૂત્રને અનુસારે ક્રિયાપ્રમુખ અનુષ્ઠાન કરતાને અજ્ઞાન કષ્ટમાં પડે ઇતિ યોગ. જે ટીકા પ્રમુખ વિના વિશેષ પ્રતિપત્તિ કિમ થાય ? અન્યથા અનુયોગનું કથન નિરર્થક થાય. એ ‘ઉપદેશમાલા’ [ગા-૪૧૫]ની વાણી છઇં. યદુક્ત તસૂત્રે -
'अपरिच्छिय सुर्याणिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स ।
सव्वुज्जमेण वि कथं, अन्त्राणतवे बहुं पडई ॥ १ ॥' અપરિચ્છિય ક૦ નથી જાણ્યો, સુણિહસસ્સ ક૦ શ્રુતરહસ્ય જેણે
શેષ સુગમં ૧૧૮ [૬-૧૯]
૮૪
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org