Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'जह नाम कोइ पुरिसो नयणविहूणो अदेसकुसलो य । कंताराडवि भीमे मग्गपणट्ठस्स सत्थस्स ॥ १ ॥ इच्छइ देसियत्तं किं सो उ समत्थु देसियत्तस्स । दुग्गइ अयाणंतो, नयणविहूणो कह देसे. ॥ २ ॥ [‘ઉપદેશમાલા’, ગા-૪૦૫-૦૬] ૧૦૬ [૬.૭ ]
સુ0 રસ્તામાં કોઈ ભૂલો પડેલો માનવસમૂહ હોય અને કોઈ આંધળો જે રસ્તો પણ નથી જાણતો તે એમ વિચારે કે હું પેલા સમૂહને યથાસ્થાને પહોચાડીશ તો એમ કરવામાં તે અસમર્થ જ રહે. અગીતાર્થ તિમ જાણે ગર્વે હું ચલવું સવિ ગચ્છ રે, પણ તસ પાસે ગુણગણ ગ્રાસે હોઈ ગતાગલ મચ્છ રે.
સાવ ૧૦૭[૬-૮]. બાળ એ રીતે અગીતાર્થ પણિ તીમ ગર્વે – અહંકારે કરી ઇમ જાણે હું બાધો ગચ્છ ચલાવું. પણ તેમની પાસે રહેતાં થકા ગુણગણ ક0 ગુણના જે સમૂહ તે ગ્રાસે ક0 ઘસાઇ જાઈ. એતલે અગીતાર્થનઈ સંગે ગુણનો નાશ થાય. યત :
'एवमगीयत्थोऽवि हु, जिणवयणपईवचक्खुपरिहीणो । दव्वाइ अयाणतो, उस्सग्गववाइयं चेव ॥१॥ कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए । कह वा करेउ गच्छं सबालवुड्ढाउलं सो उ ॥ २ ॥ ઇત્યુપદેશમાલાયાં. [ગા-૪૦૭, ૪૦૮].
અગીતાર્થનઈ પાસે વસતાં મચ્છગલાગલ થાય. મોટો મચ્છ નાહના મચ્છને ગલી જાય. ઇમ ધીંગામસ્તીની વાત થાય, પણિ માર્ગની રીતિ ન રહે. ૧૦૭ [૬-૮]
સુ0 એ રીતે અગીતાર્થ પણ સઘળો ગચ્છ ચલાવવાનો ગર્વ રાખે પણ ઊલટાનું એવાની પાસે રહેતાં તો ગુણનો સમૂહ નષ્ટ થાય. અગીતાર્થ પાસે રહેતાં “મસ્યગલાગલ' ન્યાય થાય. મોટું માછલું નાનાને ગળી જાય એમ સંઘર્ષ થાય, માર્ગ-રીતિ ન રહે. પં. પદ્મવિજયજીકત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org