Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બા) હવે પ્રતિસેવા નામા દ્વાર કહે છે. પ્રતિસેવા તે નિષિદ્ધાચરણ. તે પ્રતિસેવાના ૪ પ્રકાર કહે છે. તેમાં પ્રથમ આકુષ્ટિ ક0 જાણિને પાપ સેવવું; તે પણ કારણ વિના (૧). કંદર્પાદિક વસે જે પાપ સેવે તે પ્રમાદ કહીશું (૨). ધાવન-વર્લ્સનાદિકે કરી જે પાપ લાગુ તે દર્પ કહીશું (૩) વલી લ્પ ક0 આગમોક્ત કારણે કરી નિષેધાચરણ કર્યું તે કલ્પ કહિછે (૪). એ પડિસેવા ક0 ચ્યારે ભેદ પડિલેવાના જાણવા. યતઃ
'पडिसेवणा चउद्धा आउट्टिपमायदप्पकप्पेसु । न वि जाणइ अगीओ पच्छित्तं चेव जं तत्थ ॥ १ ॥ ઇતિ ઉપદેશમાલાયાં [ગા-૪૦૪) તલ્લક્ષણગાથા યથા'आउट्टिआ उविच्चा दप्पो पुण होइ वग्गणाइओ । कंदप्पो इय पमाओ कप्पो पुण कारणे भणिओ. ॥१॥' ઇતિ “આચારાંગ વૃત્ત.”
એ ચાર પ્રકાર જે પાપ તે તાસ પાપનું યથાસ્થિત ક0 જેહને જેહવું ઘટે તેહવા પ્રાયશ્ચિત્તના વિકલ્પ, જે આ પ્રાયશ્ચિત્તવાલાને એવો તપ દેવો ઇત્યાદિકને અગીતાર્થ ન જાણે. ૧૦૫ [૬-૬]
સુ0 પ્રતિસેવાકાર : પ્રતિસેવા – નિષિદ્ધ આચરણના ચાર પ્રકાર છે. ૧. જાણીને કરેલું પાપ, અને તેયે અકારણ - આકુટિ, . કંદર્પહાસ્ય-મશ્કરી આદિને વશ થઈને કરેલું પાપ – પ્રમાદ, ૩. દોડાદોડી, કૂદાકૂદ આદિ આપાતત: થયેલું પાપ - દર્પ, ૪ આગમકથિત કારણે થયેલું પાપ – કલ્પ. આ ચાર પ્રકારનાં પાપો કરનારામાંથી કોને કેવું પ્રાયશ્ચિત દેવું તેવા વિકલ્પો અગીતાર્થ ન જાણે. નયણરહિત જિમ અનિપુણ દેશે પંથ ન જિમ સત્ય રે, જાણે હું ઠામે પોચાવું, પણ નહીં તે સમસ્થ રે.સાવ ૧૦૬ [૬-૭]
બાળ જિમ કોઈ નયણરહિત ક0 અંધ પુરુષ હોય. વલી અનિપુણ દેશે ક0 માર્ગનો અનિપુણ અજાણ છે તે અંધ પુરુષ એહવા માર્ગને વિષે, પંથ નટ્ટ જિમ સત્ય ક0 જિમ સાથે માર્ગમાં ભૂલો પડ્યો હોય તે સાથને તે આંધલો જાણે જે હું એ સાથને ઠેકાણે પોંચાડું, ઈમ જાણે પણિ પોંચાડવા તે કોઈ સમર્થ ન થાય ત્યતઃ
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org