Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ન જાણે. એ રીતે યથાસ્થિત ક0 જિમ હોય તિમ દ્રવ્યની અગીતાર્થનઇં ખબર ન પડે. યથાસ્થિત દ્રવ્ય કેહવો છે સાર ક૦ પ્રધાન છે. યદુક્ત –
'जहठियदव्वं न याणइ, सच्चित्ताचित्तमीसगं चेव । कप्पाकप्पं च तहा जोग्गं वा जस्स जं होइ ॥ १ ॥' ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા. ૪૦૧]. ૧૦૨ [૬-૩]
સુ૦ દ્રવ્યદ્વાર : અગીતાર્થ સચિત્ત-અચિત્ત કે મિશ્ર તે ન જાણે, કઈ વસ્તુ ખરે ન ખપે એમ છે તે ન જાણે, યોગ્યાયોગ્યતાની ખબર ન પડે, જેમકે આ બાળકને યોગ્ય છે કે માંદાને યોગ્ય છે. આમ યથાસ્થિત દ્રવ્ય વિશે તે જાણતો નથી.
ક્ષેત્ર ન જાણે તેહ યથાસ્થિત, જનપદ અધ્વ વિશેષ રે, સુભિક્ષ દુર્ભિક્ષ કલ્પ ન જાણે, કાલવિચાર અશેષ રે.સા૦૧૦૩[૬-૪]
બાળ હવે ક્ષેત્રદ્વાર કહે છે. અગીતાર્થનઇ યથાસ્થિત ક0 જેહવું હોય તેહવા ક્ષેત્રની ખબર ન પડે, ન જાણે જે આ ભદ્રકક્ષેત્ર છે અથવા અભદ્રક છે. ઇતિ. જનપદ ક૦ લોકે વ્યાપ્તે દેશે વિહાર કરતાં આ વિધિઇ કરવો અથવા મગધાદિક દેશે એ વિધિ તે ન જાણે. અધ્વવિશેષ ક૦ દૂર દેશે અટવી પ્રમુખે ઇણવિષે વિહાર કરવો ઇત્યાદિક અગીતાર્થ ન જાણે. (૨).
હવે કાલદ્વાર કહે છે. વલી સુભિક્ષમાં કલ્પ ન જાણે જે સુભિક્ષમાં ઇણિ પરેં વિચરવું. વલી દુર્ભિક્ષમાં કલ્પ ક૦ યોગ્ય ન જાણે જે દુર્ભિક્ષમાં આવી વસ્તુ હોય તોહિ લીજીઇં ઇત્યાદિક અગીતાર્થ ન જાણે. કાલનો વિચાર અશેષ કદ સમસ્ત ન જાણે ઇતિભાવ: (૩) યતઃ
'जहट्ठियखित्तं न जाणइ, अद्धाणे जणवए य जं भणियं । कालंपि य नवि जाणइ, सुभिक्ख दुभिक्ख जं कप्पं ॥ १ ॥' ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા-૪૦૨]. ૧૦૩ [૬-૪]
-
સુ॰ ક્ષેત્રદ્વાર : અગીતાર્થ યથાસ્થિત ક્ષેત્ર વિશે કાંઈ ન જાણે. આ ક્ષેત્ર ભદ્રક છે કે અભદ્રક, જનપદમાં વિહાર કરવો કે મગધ આદિ દેશે કરવો કે દૂર વનપ્રદેશે વિહાર કરવો તે ન જાણે.
કાલદ્વાર : સુકાળમાં શું યોગ્ય અને દુષ્કાળમાં શું યોગ્ય તે અગીતાર્થ ન જાણે.
૭૪
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org