Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જે તેહું આર્યાનો આણ્યો આહાર લેતા પણ કેહવા હતા ગત શિષ્ય ૧૦ શિષ્યસમુદાય પાસે નહોતો. વલી અવમેં કળ દુકાલ હતો. એતલે એ ભાવ જે દુકાલ જાણી શિષ્યનેં વિહાર કરાવ્યો હતો. વલી થિવર ક૦ વૃદ્ધાવસ્થા હતી. વલી બલહીણો ક૦ શક્તિહીન હતા, ગોચરી ફિરવાને અસમર્થ હતા. આર્યા પણ ભલા ગુણની પરિચયવંતી હતી. એતલે સાધવી પુષ્પચૂલા નામે ભલાં ગુણવંત હતાં. તે સંયતી ક૦ સાધવી, તેણે કૃત ક૦ કર્યો એતલે આણ્યો. એહવો જે પિંડ ક0 આહાર વિધિ ક૦ વિધી સહીત લીનો ક૦ લીધો છે એ કારણ તો ગણતા નથી, અને કેવલ આર્યા લાભ ગવેષે છે. યતઃ
'अन्नियपुत्तायरिओ, भत्तं पाणं च पुप्फचूलाए । उवणीयं भुंजतो, तेणेव भवेण अंतगडो ॥ १ ॥ गयसीसगणं ओमे, भिक्खायरिया अपच्चलं थेरं । ન શાંતિ સહાવિ સદા, અપ્નિયામાં વેસંતા.' ।। ૨ ।। [સહાવિ ] ક૦ સખાઇ શિષ્યાદિક છતાં પણ શઠ મૂર્ખ ઇમ કહે છે. ઇતિ ભાવઃ [આવ.નિ. ગા.૧૧૯૭ ૧૧૯૮] ૫૩ [૩-૧૧]
સુ૦ આવાઓને ઠપકો આપતાં ગુરુ કહે છે કે ‘તેઓ અર્ણિકાપુત્રનું દૃષ્ટાંત આપે છે પણ એ નથી જાણતા કે તેમની પાસે શિષ્યસમુદાય નહોતો. દુકાળને લઇને શિષ્યને વિહાર કરાવ્યો હતો. વળી તેઓ વૃદ્ધ પણ હતા, અશક્ત હતા, ગોચરી માટે ફરવાને અસમર્થ હતા. સાધ્વીજી પુષ્પચૂલા ગુણવંત અને પરિચિત હતાં. આ કારણ તેઓ જોતા નથી.’
વિગય લેવી નિત્ય સૂઝે, લષ્ટપુષ્ટ ભણે, અન્યથા કિમ દોષ એહનો, ઉદાયન ન ગણે. દેવ૦ ૫૪ [૩-૧૨]
બાળ હવે કંઇક ઇમ કહે છે જે વિગય વાવરવી નિરંતર કલ્પે ઇમ પોતે લષ્ટપુષ્ટ થકા ભણેં ક કહે છે. એતલે ‘નિરંતર વિગય વાવરતાં દોષ નથી.’ કોઇક રૂડા સાધૂ તેને ઠબકો દિઈં જે ‘ભાઇ ! વિગય નિરંતર લેવી સાધૂને ન કલ્પ' યતઃ
'विगई विगइभीयो, विगइगयं जो उ भुंजए साहु ।
विगई विगई सहावा विगई विगईं बला नेइ ॥ १ ॥ '
૩૮
Jain Education International
-
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org