Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પ્રાણી જૂઇ [=જુએ] એતલે એ ગ્રંથમાં ગુરુકુલવાસે રહેતાં ઘણા ગુણ છે ઇમ વિસ્તારેં કહ્યું છે. તે માટે એ ગ્રંથ જૂઇ [=જુએ] તે જાણે. ઇતિ ભાવઃ. ૮૭ [૫.૧૧]
સુ॰ ગુરુ પાસે રહેતાં ચિત્તમાં ઉલ્લાસ વધે. વળી ભોળા લોકો મુનિને ગુરુની પાસે જોઇને હર્ષ પામે, પણ જો ગુરુથી અળગા જુએ તો ભડકે. એકાકી સાધુ જે માર્ગ પ્રરૂપે તે ઘણોખરો અપવાદ હોય, જ્યારે ગીતાર્થે પ્રરૂપેલો માર્ગ ઉત્સર્ગ રૂપ હોય. ‘ધર્મરત્ન’ ગ્રંથમાં ગુરુકુલવાસના ઘણા ગુણ દર્શાવ્યા છે.
નાણ તણો સંભાગી હોવે, થિર મન દર્શન ચરિતે રે, ન ત્યષ્ટિ ગુરુ કહિઈ એ બુધ ભાખ્યું, ‘આવશ્યક નિર્યુક્તિ' રે શ્રી જિન૦ ૮૮ [૫-૧૨]
બાળ નાણ તણો સંવિભાગી હોવે ક૦ જ્ઞાનનો સંવિભાગી થાય. એતલે જ્ઞાન ગુરુ પાસે ભણે તિવા૨ે જ્ઞાનનો સંવિભાગી થયો જ. દર્શનને વિષે તથા ચરિતે ક૦ ચારિત્રને વિષે તે પ્રાણી ગુરુ ક૦ ગુર્વાદિકને, કહીઈ ક૦ કોઇ કાલે ન તજઇ કર ન છાંડઇ. એ બુધ ભાખ્યું ક પંડિત લોકઇં કહ્યું. એતલે ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વી ઇમ કહે છઇં. ‘આવશ્યક નિર્યુક્તિ’ને વિષે કહ્યું છે. યતઃ
'नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरिते य ।
धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचति ॥ १ ॥' ઇતિ ‘આવશ્યકનિર્યુક્તૌ’ [ધર્મરત્નપ્ર., ગા. ૧૨૯ની વૃત્તિ]
૮૮ [૫.૧૨]
સુ૦ ગુરુ પાસે જ્ઞાન લેતાં જ્ઞાનના સંવિભાગી થવાય. દર્શન અને ચરિત્ર સંદર્ભે પણ જીવ ગુરુને કદી ન ત્યજે. ‘આવશ્યક નિર્યુક્તિ’માં આ વાત કહી છે.
ભૌતપ્રતે જિમ બાણે હણતાં, પગ અણફરસી સબરા રે, ગુરુ છાંડી આહાર તણો ખપ, કરતા તિમ મુનિ નવરા રે.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
શ્રી જિન૦ ૮૯ [૫-૧૩]
For Private & Personal Use Only
૬૩
www.jainelibrary.org