Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પાલિ વિના જિમ પાણી ન રહે જીવ વિના જિમ કાયા રે ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે.
શ્રી જિન૯૫ [પ-૧૯]. બાળ જિમ સરોવરાદિકનું પાણી પાલ બાંધ્યા વિના રહે નહીં, જિમ જીવ વિના કાયા ન રહે તિમ ક0 તે રીતે ગીતારથ વિના મુનિ ન રહે.
"Tયસ્થ વિહાર નો યત્ન મfો મળિો ' ઇત્યાદિ વચનાતુ. [આવશ્યક નિ;ઓનિ.ગા. ૧૨૧] તે ગીતાર્થ વિના જેટલાં કષ્ટ કરે તે અજ્ઞાનમાં ભલે. અજ્ઞાન તે મિથ્યાત્વ, તથા મિથ્યાત્વ તે માયા વિના ન હોઈ. ઈતિ ભાવઃ. ૯૫ [પ-૧૯]
સુ0 જેમ સરોવરનું પાણી પાળ વિના અને કાયા જીવ વિના રહી ન શકે તેમ ગીતાર્થ વિના મુનિ ન રહે. ગીતાર્થ વિના કરેલાં કષ્ટ અજ્ઞાનમાં જ ભળે. અંધ પ્રતે જિમ નિર્મલ લોચન, મારગમાં લેઈ જાઈ રે, તિમ ગીતારથ મૂરખ મુનિને દઢ આલંબન થાઈ રે.
શ્રી જિન) ૯૬ [૫-૨૦] બા) વલી દષ્ટાંત કહે છે. જિમ આંધલાને નિર્મલ લોચન ક0 નિર્મલિ આંખનો ધણી મારગમાં લેઈ જાઈ ક0 ઉત્તમ મારગ કંટક પ્રમુખે રહિત માર્ગે લઈ જઈ સ્થાનકે પોહોચાડઇ તિમ ગીતાર્થ જે છે તે મૂર્ખ મુનિ હોય તેમને દેઢ આલંબન ક0 જબ્બર આધારભૂત થાય છે. ૯૬ [૫-૨૦].
સુ0 જેમ સારી દષ્ટિવાળો આંધળાને કાંટારહિત સારા રસ્તે લઈ જઈને યોગ્ય સ્થાને પહોંચાડે તેમ ગીતાર્થ મૂઢ મુનિનું દઢ આલંબન બને છે. સમભાષી ગીતારથ નાણી, આગમ માંહિ લહિઈ રે, આતમરથી શુભમતિ સજજન, કહો તે વિણ કિમ રહિઈ રે?
શ્રીજિન) ૯૭[પ-૨૧] બાળ વલી સમભાષી ક0 સ્યાદ્વાદ વચનના ભાષી હોય અથવા સમતાભાષી ક0 ગરીબને માતબરને રાગદ્વેષરહિતપણે દેશના દિઇં. વલી પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org