Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
છે. પણ હજી ગ્રંથિભેદ સુધી પણ પહોચ્યા નથી, તો સમકિતની વાત તો દૂર જ રહી. ગુરુઆજ્ઞા વિના તેઓ અજ્ઞાનમાં ખૂંચેલા છે.
તેહ કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબંધે સ્યું કીજે રે ? દર્શન-જ્ઞાન-ચરિત આદરી, આપે આપ તરીજે રે. શ્રી જિન૦ ૮૦ [૫-૪]
બાળ તેહ કહે ક∞ તે ઇમ વલી પોતાનું એકાકીપણું થાપવા માટે ઇમ કહે છે જે ‘ગુરુનો પ્રતિબંધ, ગચ્છનો પ્રતિબંધ, ગીતારથનો પ્રતિબંધ - તે પ્રતિબંધે સ્યું કીજે ક૦ સ્યું કરીઇં ? પ્રતિબંધ તે દુઃખનું હેતુ છઇ તે માટે પ્રતિબંધ કોઇ સાથે ન કરવો. દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રયી આદરીð. કોઇ કોયને તારણહાર નથી. આપે આપ તરી ક૦ પોતે પોતાની મેલેં તરીઇં.’
‘અપ્પા ન જૈચરી, ગપ્પા ને Rsસમી’ [ઉત્તરાધ્યયન સૂત્ર,અધ્ય.૨૦, ગા. ૩૬] ઇતિ વચનાત્ ૮૦. [૫-૪]
સુ૦ પોતાનું એકાકીપણું સ્થાપિત કરવા તઓ એમ કહે છે કે ‘ગુરુ, ગચ્છ, ગીતાર્થના પ્રતિબંધથી શું કરાય ? પ્રતિબંધ દુઃખનું કારણ છે. જ્ઞાનદર્શન-ચારિત્રની રત્નત્રયીને જ આદરીએ. કોઈ કોઈનો તારણહાર નથી. પોતે સ્વયં જ તરીએ.’
નવી જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુકુલવાસો રે, કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનય ખાસો રે.
શ્રી જિન૦ ૮૧ [૫-૫]
બાળ એહને ઉત્તર દિઇં છઇં. નવિ જાણે તે કવ તે ઇમ નથી જાણતા જે પ્રથમ અંગમાં, આદિ ક0 શ્રી ‘આચારાંગસૂત્ર'ની આદિ-ધૂરિ ઇમ કહ્યું છે. ગુરુકુલવાસો રે ક૦ ગુરુકુલવાસ કહ્યો છે. યતઃ- [અ.૧,૩.૧,સૂ.૧]
સૂર્ય ને મારૂં તેનું મનયા વમવાય' એ સૂત્રમાં કહ્યું. જે સુર્ય ક૦ સાંભળ્યું, મે ક૦ સુધર્માસ્વામી જંબૂ પ્રતિ કહે છે જે મ્હેં સાંભળ્યું, સાક્ષાત્ પણ કર્ણાઘાટે નહીં. આઉસ તેણું ક૦ આકૃશતા, ભગવાન વીરનાં ચરણ ઉલંસતાં થકાં સાંભળ્યું. એ વચને કરીને સુધર્માસ્વામીઇં ઇંમ બતાવ્યું ગુરુકુલવાસે વસવું. ઇતિ ભાવઃ.
૫૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org