Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
છે તે ખલથી ખમાતું નથી માટે તેહને પીડા થાય છે. તોહિ પણિ એ ક0 નવી જોડી તે નવી છોડીજે ક0 ન મુકી છે. જો સજ્જનને સુખ દીજીએ તો નવાનવા ગ્રંથ જોડતાં જઈશું પણિ થાકીઇ નહીં. ઇતિ ભાવ: ૭૨ [૪-૧૫]
સુ) પણ પંડિતો જે ગ્રંથ કરે છે અને એમનો યશવાદ થાય છે. તે દુષ્ટ લોકોથી ખમાતું નથી ને વ્યથિત થાય છે. તો પણ નવી નવી રચનાઓ કરવામાં થાકવું નહીં, કેમકે તે સજ્જનોને સુખ આપે છે. તે પૂર્વે હોસ્ટે તોષ તેહને પણ ઈમ નહીં દોષ, ઊજમતાં હિરડે હીસી, જોઈ લીજે પહેલી વીસી. ૭૩ [૪-૧૬]
બા, તે નવા ગ્રંથ જોડતાં પુણ્ય થાર્યો. તે પુર્વે કરીનેં સજ્જન લોકને સંતોષ ઉપસ્યું. ઇહાં સજ્જન પદ બાહિરથી લીજીઇં. ઉપગાર થાર્યો. તેહને પણ ક0 તે ખલને પિણ ઈમ દોષ નથી. એટલે તેને પણ પીડા નહીં થાય. ઉજમતાં ક0 ઉદ્યમ કરી હોયડે હસી ક૦ હીયામાં હર્ષ પામીને. એ અર્થ પ્રથમ “વીસી(ગા.૮)માં હરિભદ્રસૂરિશું કહ્યું છે તે જોઈ લેજો. યત:
'इक्को पुण होइ दोसो, जं जायइ खलजणस्स पीडत्ति । तह वि पयट्टो इत्थं, दुटुं सुयणाण अइतोसं ॥ १ ॥ तत्तो चिय तं कुसलं, तत्तो तेसिपि होहि ण हु पीडा । सुद्धासया पवित्ती, सत्थे निहोसिया भणिया ॥ २ ॥
ત્યાદિ. ૭૩ [૪-૧૬] સુ0 નવા ગ્રંથો રચતાં પુણ્ય થશે, પુણ્યથી સજજનોને સંતોષ મળશે, અને ખલ લોકોને પણ એથી કાંઈ પીડા નથી કેમકે એમના હૈયામાં પણ એથી હર્ષ ઊપજે. શ્રી હરિભદ્રસૂરિએ પ્રથમ “વીસીમાં આ કહ્યું છે. કહે કોઈક જૂદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતિ, તે જૂઠું શુભ મતિ ઈહે મુનિ અંતરાયથી બીહે. ૭૪ [૪-૧૭]
બા) પ્રથમ “વીસી મધ્યે વલી કોઈક તો જૂદી જ રીતે કહે છે જે દેશનાની ના કહઈ છીછે. તેહનો એ આશય છે: મુનિ દેશના દેતા અમ્હારી ભિક્ષા માંગો છો, જે કારણે તુહે એવો માર્ગ પ્રરૂપો એતલે અમને ભિક્ષા કોઈ ન આપે. ભીતિ ક0 ભય માટે ના કહીઈ છીઍ. તે જૂઠું ક0 એહ પણ ૫૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org