Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
मध्यस्थवृत्तयः परिणामाः, तत्र ये अपरिणामास्ते नयानां यः स्वस्व आत्मीय आत्मीय विषयो ज्ञानमेव श्रेयः क्रिया वा श्रेय इत्यादिकस्तमश्रद्धानाः, येत्वतिपरिणामाः, तेऽपि यदेवैकेन नयेन क्रियादिकं वस्तु प्रोक्तं तदेव તન્માત્ર પ્રમાળતયા હ્રાંત: ’ ઇત્યાદિક લિખ્યું છે.
ઇહાં તો પૂર્વોક્ત અર્થ પણ લાગે છે. તથા મહાભાષ્યોક્ત અર્થ પણિ લાગે છે. વલી વિશેષ બહુશ્રુત કહે તે ખરું. તેહનેં ગુરુ સમઝાવે છે. ઇતિ ભાવઃ. એહવા જે લોક છે તેહનેં નીતિ ક0 ન્યાયમાર્ગ સ્યાદ્વાદમાર્ગ દેખાડી સમઝાવે છે અથવા નિતિ ક0 નિરંતર દેશનાઇ કરી સમઝાવે છે. કોણૅ સમઝાવે છે તે કહે છે. ગુરુ કરુ ગુરુ સમઝાવે છે ઇમ ‘બૃહત્કલ્પ’માં વચન છે. તે મનમાં ભાવીને કહે છે યતઃ
'अइपरिणइ अपरिणइ, दुण्हं वि मग्गं जणो पणासंति । તદ્દા સામાવવા, સુગુરુ મારા // ? //′ ૭૫ [૪-૧૮]
સુ॰ જે અતિપરિણામી છે તે નિશ્ચયમાર્ગ આદરનારા છે. અને કેટલાક અપરિણામી છે તે કેવળ ક્રિયા-વ્યવહારમાં રાચનારા છે. તે નિશ્ચયમાર્ગ જાણતા નથી. આમ અતિપરિણતી તે નિશ્ચયવાદી અને અપરિણતી તે વ્યવહારવાદી. આવા બન્ને લોકોને ગુરુ ન્યાયમાર્ગ, સ્યાદ્વાદમાર્ગ, દેખાડીને નિરંતર દેશના દ્વારા સમજાવે છે. ‘બૃહત્કલ્પ’માં આમ કહ્યું છે. ખલવયણ ગણે કુણ સૂરા, જે કાઢે પયમાં પૂરા,
તુઝ સેવામાં જો રહીઈ, તો પ્રભુ જસલીલા લહીઈ. ૭૬ [૪-૧૯
બાળ તે માટે ખલ લોકનાં વચન છે તે સૂરા ક૦ સૂરવીર દેશના પ્રમુખને વિષે છે તે કુણ ગણે ? ક૦ પાતરમાં આણતા જ નથી. જે ખલ પય ક૦ દૂધમાંથી પણિ પૂરા કાઢે. જે માટે દેશના તે ગુણકારી છે તેહને અહિતકારી કહે છે. તે માટે હે પ્રભુજી, તેહનાં વચન લેખામાં ગણિઇં હૈ નહીં અને તાહરી સેવામાં રહીઈ ક0 તુમ્હારી આજ્ઞા પાલીઇ. એતલે તુમ્હારી આજ્ઞા છે જે દેશના દેતાં લાભે છે તે માટે દેશના દીજીઇં. એ તુમ્હા[રી] સેવા છે. તે સેવામાં જો રહીઇ તો જસલીલા પામીઇં. પ્રભુપદ સંબોધન કરી આગલે સંબંધ કર્યો છે. અથવા પ્રભુતાનો યશ તેહની લીલા પામીð. ઇતિ. ૭૬ [૪-૧૯]
૫૨
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org