Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તેહને જો મારગ ન ભાખે, તો અંતરાય ફલ ચાખે મુનિ શક્તિ છતી નવિ ગોપે વારે તેમને શ્રુત કોપે ૬૫ [૪-૮]
બા) તથા જે ધર્મ સાંભળવા આવ્યા તેહને ધર્મમાર્ગ ન કહે, ન સંભલાવે તે મુનિ અંતરાય ક... જ્ઞાનનો જે અંતરાય કર્યો તેહનાં ફલ ચાખે ક0 ભોગવે. એટલે જ્ઞાનાવરણી કર્મ બંધાય. યતઃ
'अन्नाणी वक्खाणं करेइ जो तस्स होइ पावफलं । नाणी वि जो न भासइ, सो लहए नाणविग्घं खु. ॥ १ ॥ ઇતિ “હિતોપદેશમાલાયાં.
તે માટે મુનિ દેશના દેવાની શક્તિ છતી હોય તો ગોપવું નહીં અથવા દેશના દેતો શક્તિ ગોપવે નહીં. એટલે દેશના દેતો થાકે નહીં. તથા ધર્મદેશના દેતાં વારે છે, જે ના કહે છે તેને ક0 તે પ્રાણીને શ્રત કોર્પો ક0 ભવાંતરે જ્ઞાનાવરણ બાંધ્યું હોય તે ઉદય થાય. અજ્ઞાનપણું આવું એતલે શ્રુત કોપ્યું. ૬૫ [૪-૮].
સુ0 ધર્મ-ઇચ્છુક લોકોને જ મુનિ ધર્મમાર્ગ ન સંભળાવે તો તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. શક્તિ હોય તો દેશના આપવાનું મુનિ ગોપવે નહીં કે થાકે નહીં. જે ધર્મદેશના કરતાં વારે છે કે ના કહે છે તે પ્રાણીને ભવાંતરે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થાય છે, ને અજ્ઞાનપણું આવે છે. નવિ નિંદા મારગ કહતાં, સમપરિણામે ગહગહતાં, મુનિ અચરિત્ત મનરંગે, જોઈ લીજે બીજે અંગે. ૬૬ [૪૯]
બાળ શુદ્ધ માર્ગ કહેતાં નવિ નિંદા ક0 નિંદા નથી જે માટે દેશના તે જ્ઞાનનું હેતુ છે. સમપરિણામે રાગદ્વેષ ક0 રાગદ્વેષ રહિતપણે કોઈ ઉપરિ રાગદ્વેષ ન કરે, કોઈનું નામ દેઈ અવર્ણવાદ ન બોલે. ગહગહતાં ક0 એ રીતે હર્ષ પામી ભાખે ઇમ આદ્રકુમારનું ચરિત્ર બીજું અંગ શ્રી “સૂગડાંગ સૂત્ર' મળે અધ્યયન ૬, દ્વિતીય શ્રુતસ્કંધે જોઈ લેજો. યથા – - 'इमं वयं तं तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव । पावाइणो पुढो किट्टयता, सयं सयं दिट्ठि करेंति पाउ.' ॥ १ ॥
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org