Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એડમાં ઇમ કહ્યું છે જે પાંચને ન વર્ષે તેમાં સંલાપ કુશીલાદિ દોષ આવે અને તે દોષથી સુમતિની પરે સંસાર ભમેં તથા –
'तहा जिन्भाकुसीले से णं अणेगहा
तित्त कडुअ-कसाय महुराइं-लवणाइ रसाइ आसायंते अदिवासुयाई इहपरलोगोभयविरुद्धाई सदोसाई मयारजयारुच्चारणाइ अयसऽभक्खाणं संताभिओग्गाई वा भणंते असमयन्नू धम्मदेसणापवत्तणापवत्तणेण य जिब्भाकुसीले णेए ! से भयवं ! किं भासाए भासियाए कुसीलतं भवइ ? गोयमा ! भवइ से भयवं ! जइ एवं ता धम्मदेसणं न कायव्वं? गोयमा !
सावज्जणवज्जाणं वयणाणं जो न जाणइ पइविसेसं । वुत्तुंपि तस्स न क्खमं किमंग ! पुण देसणं काउं॥
ઈતિ “મહાનિશીથે.” [૩ /૧૨૦] ૬૩ [૪-૬] સુ) જે ગીતાર્થ નથી છતાં ધર્મદિશના આપવા જાય છે તે તો શ્રોતાને સંસારસમુદ્રમાં ડુબાડે છે. ગીતાર્થ વિના નિર્ગુણોનું ટોળું મળ્યું હોય તો પણ શા કામનું ? જે અગીતાર્થ ઘણું બોલે ને ઉન્માગને પ્રરૂપે તેને ભાષાકુશીલ જાણવા. આ વાત મહાનિશીથ'માં કહી છે. જનમેલનની નહીં ઈહા, મુનિ ભાખે મારગ નિરીહા, જો બહુજન સુણવા આવે તો લાભ ધરમનો પાવે. ૬૪ [૪-૭] - બાળ જનમેલનની નહીં ઈહા ક0 લોક ભેલા કરવાની ઇચ્છા તો નથી અને ધર્મ જાણીને લોક આવી બેસે તેને મુનીશ્વર જૈન માર્ગ ભાખે – કહે; પિણ નિરીહ થકા કહે. કોડી માત્રની આશા ન રાખે. યશ-માનની ઇચ્છાઈ ન કહે. એ રીતે ધર્મદેશના દેતાં કદાચિત્ ઘણાં લોક સાંભળવા આવે. તો લાભ ધર્મનો પાર્વે ક0 તો ધર્મનો લાભ ઘણો થાય. ઘણાં લોક ધર્મ પામેં. સંસાર તરઇ. ૬૪ [૪-૭]
સુ0 ધર્મપ્રાપ્તિ અર્થે લોકો આવે તેમને મુનીશ્વર જૈન માર્ગ ભાખે, પણ લોકોને ભેગા કરવાની ઈચ્છાથી નહીં. કોડી માત્ર મેળવવાની આશા ને રાખે. યશ-માનની એમને લવલેશ અપેક્ષા નથી. લોકો સાંભળવા આવે તો ધર્મ-લાભ પ્રાપ્ત કરે, સંસારને તરે એ જ પ્રયોજને ધર્મદશના કરે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org