Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
“एगया गुणसमियस्स रीयओ कायसंफासमणुचिन्ना एगतिया पाणा उद्दायंति, इहलोग वेयणविज्जावडियं.' ॥
અસ્યાર્થલેશ - “કદાચિત ગુણસમિત ક૦ ગુણસહિત અપ્રમત્ત મુનિ ચાલતાં કાયસંફાસ ક0 કાયસ્પર્શ થયો એટલે કોઈ જીવ હણાણો તિવારે ઈહલોકે વેયણવિજ્જા ક0 વેદનનો જે વેદ્ય ક0 અનુભવ તેહને આવડિયું ક0 પામ્યું એટલે આ ભવ ભોગવવા યોગ્ય કર્મ બંધાય.' તથા આકુટ્ટિઈ ક0 વિના પ્રયોજનું, કારણ વિના જે કીધું ક0 પાપકર્મ કર્યું તે કર્મ પચ્છિત્તે ક૦ દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત, તેહમાં હરકોઈ પ્રાયશ્ચિત આવે. પ્રથમ અંગની ભાલી ક0 “આચારાંગની ભલામણ છે. યતઃ પંચમાધ્યયન ચતુર્થોદ્દેશકે સૂિ.૧૫૯]–
'जं आउट्टिकयं कम्मं तं परिनाय विवेगमेइ' इति । एतद्वृत्त्यैकदेश:जं आउट्टी इत्यादि । यत्तु पुनः कर्माकुट्या कृतमागमोक्तकारणमंतरेणोपेत्य प्राण्युपमर्दनेन विहितं तत्परिज्ञाय ज्ञपरिज्ञया विवेकमेति विविच्यतेऽनेनेति विवेकः प्रायश्चित्तं दशविधं तस्यान्यतरं भेदमुपैति तद्विवेकं वाऽभावाख्यमुपैति तत्करोति येन कर्मणोऽभावो भवति इति ।'
તે કારણ માટે જાણી પાપ ન સેવવું. તેના મહાદોષ છે. ઈતિ ભાવઃ ૩૮ [૨-૧૪]
સુ0 કાયસ્પર્શ થવાથી કોઈ જીવ હણાય ત્યારે તે જીવને આ ભવે ભોગવવા યોગ્ય કર્મ બંધાય. તથા કશા પ્રયોજન વિના કરેલા પાપકર્મને દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત હોય છે. તેમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે. આમ ‘આચારાંગ' કહે છે. માટે જાણીને પાપ સેવવું નહીં, એમાં મહાદોષ છે. પાયચ્છિત્તાદિક ભાવ ન રાખે દોષ કરી નિઃશૂકો રે. નિદ્ધધસ સેઢીથી હેઠો, તે મારગથી ચૂકો રે. શ્રી સી. ૩૯ [૨-૧૫]
બા, અતીચાર સેવીને પચ્છિતાદિક ક0 વિશુદ્ધ થાઇ તેહવું ગુર્નાદિક પાસે પ્રાયશ્ચિત્ત લેવાનો અભિપ્રાય રાખે જ નહીં, દોષ કરીને પણ, તે પ્રાણી નિઃશૂકો ક0 નિર્દયી જાણવો યતઃ - પં. પઘવિજયજીકૃત બાલાવબોધ
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org