Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કહે ઉગ્ર વિહાર ભાગા, સંગમઆયરિઓ નિયતવાસ ભજે બહુકૃત, સુણિઓ ગુણદરિઓ. દેવ) ૪૬ [૩-૪]
બા) હવે ઉગ્ર વિહારરૂપ દ્વાર દષ્ટાંત કરી દેખાડે છે. કહે ક0 કેઇક ઇમ કહે છે ઉગ્ર વિહાર ભાગા ક૦ ઉગ્ર વિહારથી થાકા થકા સંગમાયરિઓ ક0 સંગમાચાર્ય નિયતવાસ ભજે ક0 નિત્યવાસીપણું ભર્યું. બહુશ્રુત ક૦ જ્ઞાની પુરુષ હતા. સુણિઓ ક0 આગમમાં સાંભલ્યો છે. ગુણદરિઓ ક0 ગુણનો સમુદ્ર. એતલે ગુણસમુદ્ર તથા બહુશ્રુત એહવા સંગમાચાર્યે નિત્યવાસ કબૂલ કર્યો. તિવારે અમે પણિ જાણું છું જે એક ઠામે રહે દોષ નથી દીસતો ઇમ કહીને નિત્યવાસ થાપે છે. યતઃ
संगमथेरायरिओ, सुठ्ठ तवस्सी तहेव गीयत्थो ।
હિતા ગુd નૌયાવા પવન્ન // / - ઇતિ વંદનાવશ્યક [ગા. ૧૧૯૧] ૪૬ [૩-૪].
સુ0 ઉગ્ર વિહારથી થાકેલા કોઈ એમ કહે કે “સંગમાચાર્યે નિત્યવાસ સ્વીકાર્યો. સંગમાચાર્ય તો જ્ઞાની પુરુષ હતા. આવા ગુણસમુદ્ર અને બહુશ્રુત સંગમાચાર્યું પણ નિત્યવાસ સ્વીકાર્યો. તેથી એક સ્થાને રહેવામાં દોષ નથી.' આમ કહીને તેઓ નિત્યવાસને સ્થાપે છે. ન જાણે તે ખીણજંઘા,-બલ થવિર તેહ, ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો હો.દેવ૪૭[૩૫]
બાળ એ રીતે કહે છે એવી વાત ગણતા નથી. તે કહે છે ન જાણે તે ક0 તે પુરુષ ઈમ કહે છે પિણ નથી જાણતા એતલે નથી ગણતા. ખીણ ક0 ખીણ-ઓછું થયું હતું જંઘાબલ ક0 જાંઘનું બલ. એતલે હીંડવાની શક્તિ નહોતી. થવિર ક0 ગરઢપણ હતું. એહવા તેહો ક0 તેહુ હતા. તથા ઉપલક્ષણથી કહેવું : દુભિક્ષ હતો. શિષ્યને વિહાર કરાવ્યો હતો. વલી અપ્રતિબંધપણે રહ્યા હતા. એટલે એક ઘેર આહાર ન લેતા. એવો થકો બહુ રહ્યો ક0 ઘણું એક ઠામે રહ્યો. જેહો ક૭ જે આચાર્ય. યત:
'ओमे सीसपवासं, अप्पडिबंधं अजंगमत्तं च । न गणंति एगखित्ते, गणंति वासं निययवासी ॥ १ ॥
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org