Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
'जो चयई उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयई । जह जह कुणई पमायं, पिल्लिजइ तह कसाएहिं ॥ १ ॥ ઈતિ ઉપદેશમાલાયાં [ગા-૧૧૭].
તે પ્રાણી કેહવો જાણવો તે કહે છે. નિદ્વૈધસ ક૦ ગતધર્મા છે એતલે પ્રવચનરૂપ ધર્મની હાણી થાય, તેહની અપેક્ષા રાખે નહીં. સેઢીથી હેઠો ક૦ ગુણશ્રેણી થકી અધોવત્તિ અથવા સંજમશ્રેણી થકી હેઠો જાણવો. વલી તે પ્રાણી કેહવો છે તે કહે છે. તે ક0 તે પ્રાણી મારગથી ક૦ સાધુના મારગથી ચૂકો જાણવો યતઃ
-
'अइयारं जो निसेवित्ता, पायच्छित्तं न गिण्हए ।
अणुज्जुओ य तब्भावे, निधम्मो सो गणिज्जासु. ॥ १ ॥'
સુ॰ દોષ સેવીને પણ ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત આદિ લેવાનો ભાવ ન રાખે તે જીવને નિર્દય જાણવો. તે પ્રાણી પ્રવચનરૂપ ધર્મની હાનિ થાય તેની દરકાર નહીં રાખવાને લીધે એને સંયમશ્રેણીથી હેઠો જાણવો. તે સાધુમાર્ગથી ચલિત થાય છે.
ઈતિ હરિભદ્રસૂરિત સંબોધપ્રકરણે, ૩૯ [૨-૧૫]
કોઈ કહે જે પાતિક કીધાં, ડિકમતાં છૂટીજે રે, તે મિથ્યા ફલ પડિકમણાનું, અપુણકરણથી લીજે રે.
૨૮
બાળ કોઈ કહે ક૦ કેતલાઇક કહે છે જે પાતિક ક૦ જે પાપ કર્યાં હોય તે સર્વ પાપ પડિકમતાં છૂટીજે ક0 પડિકમણુ કરતાં છૂટીઈ.
શ્રી સી૦ ૪૦ [૨-૧૬]
*ળાળો યં પારંપહિમખામાં વિપુત્ત્ત” ઈતિ વચનાત્. ‘પડિકમણું પાપહરણ' ઈતિ લોકોક્તિઃ.
Jain Education International
તે મિથ્યા ક૦ ઈમ કહે છે તે ખોટૂં. જે માટે ફલ ડિકમણાનું ક૦ પડિકમણાનું જે ફલ તે તો અપુણકરણથી લીજીઈ ક0 ફિરી અણકરવાથી પામીઈ. એતલે પાપને પડિકમીને ફરી પાપ ન કરે તો પડિકમણાનો ફલ પામે. ઈતિ ભાવઃ, યતઃ
ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org