Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 કોઈ કહે કે “જિનેશ્વર આગળ મુક્તિમાર્ગ માગી લઈશું. એ નિર્ગુણને પણ તારશે. ભાવાર્થ એ છે કે “આ ભવમાં તો શક્તિ નથી, પણ ભવાંતરે બોધિબીજની સામગ્રી પામીશું ત્યારે સંયમ પાળીશું.' પામી બોધિ ન પાલે મૂરખ, માગે બોધિ વિચાલિ લલિઈ તેહ કહો કુંણ ભૂલે બોલ્યું “ઉપદેશમાલે રે. ૨૩ જિન[૧-૨૩]
બાળ તેહને ઉત્તર દિઇ છે જે પામી બોધિ ક0 બોધિબીજની સામ્રગી પામીને પણ ન પાલે ક0 પાલતો નથી એટલે સંયમ અનુષ્ઠાન આ ભવમાં સામ્રગી પામીને પાલતો નથી. એહવો એ મૂર્ખ ક0 અજ્ઞાન અને વિચાલે ક0 વિચમાં બોધિ માગે જે આગલિ પાલીત્યું. લહઈ ક0 પામીઇ, તે કહો કુણ મૂલે ક0 મૂલે ? એતલે એ ભાવઃ જે કાંયક વસ્તુ લેવા જઈશું તે વસ્તુ પાસે દ્રવ્ય હોય તો પામી છે. દ્રવ્ય ન હોય તો એં મૂલે જડે? તિમ આવર્ત ભર્વે પણિ બોધિબીજની સામગ્રી તો મિલે, જો આ ભવમાં સંયમાદિક પાલ્યાં હોય. તે ન પાલ્યાં હોય તો એ મૂલે નવિ બોધિસામગ્રી લાભૈ? ઇતિ ભાવ:. ઇમ “ઉપદેશમાલા” મધ્યે કહ્યું છે. યતઃ
लद्धिल्लियं च बोहिं, अकरितोऽणागयं च पत्थंतो । अन्नं दाइं बोहिं, लब्भिसि कयरेण मुल्लेण ? ॥ १ ॥ ઇત્યુપદેશમાલાયાં [ગા-૨૯૨), આવશ્યક નિર્યુકત ચતુર્વિશતિ સ્તવાધ્યયનેડપિ ચ [ગા-૧૧૧૩. ૨૩૧-૨૩]
સુ0 ઉત્તરમાં ગુરુ કહે છે કે આ ભવમાં જ બોધિબીજની સામગ્રી પામીને સંયમ-અનુષ્ઠાન પાળતો નથી એ અજ્ઞાની આગળ જતાં પાળવાની વાત કરે છે. આ શા કામનું ? પાસે દ્રવ્ય હાજર હોય તો જ કોઈ વસ્તુ મળે, દ્રવ્ય ન હોય તો શી રીતે મળે ? એમ આ ભવમાં સંયમ પાળ્યો હોય તો આવતે ભવે બોધિ-બીજની સામગ્રી મળે, એ સિવાય કેવી રીતે મળે ? આણા પાલે સાહિબ (સે, સકલ આપદા કાપે આણકારી જે જન માંગ, તલ જસલીલા આપે રે. ૨૪
જિ0 [૧-૨૪]
૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org