Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
તથા ઓઘનિર્યુક્તાવપિન (ગા.-૭૭૨]. सुचिरंपि अच्छमाणो, वेरुलियो, कायमणियओ मीसे । 7 ૩વે સાયમનું વાહન નિયામાં // ૨૫ [૨-૧]
સુવ કોઈ એમ કહે કે “અમે ભલે નિર્ગુણી, પણ અમારા ગુરુજી ગુણવંત છે એટલે તરી જઈશું, જેમ નાવની સાથે નાવમાંહેનું લોખંડ પણ તરી જાય.” તેના ઉત્તરમાં કહે છે કે “આ ખોટું છે. સાથે રહેવા માત્રથી જ પ્રાપ્તિ ન થાય, જેમ કાચ પન્ના-રત્નની શોભા ન પામે શ્રી સીમંધર સાહિબ સુણયો ભરતખેત્રની વાતો રે લહું દેવ કેવલ રતિ ઈણિ યુગિં, હું તો તુઝ ગુણ રાતો રે.
શ્રી સી ૨૬[૨-૨) બા૦ હે શ્રી સીમંધર સ્વામી ! હે સાહિબ ! સુણયો ક0 સાંભલયો. ભરતખેત્રની વાતો ક0 ભરતખેત્રના ચરિત્ર. હે દેવ હે આત્મ ગુણરમણીક! ઇણિ યુગિં ક0 આ વિષમ કાલ, પંચમ આરો, હુંડા અવસર્પિણીને વિષે કેવલ ક0 નિઃકેવલ રતિ લહું ક0 રતિ-શાતા પામું છું. હું તો તુઝ ગુણ રાતો ક0 તમારા ગુણને વિષે તત્પર થકો એટલે તમારા ગુણનો રંગ છે એતલી શાતા છે. બાકી તો મતભેદ, કદાગ્રહ દેખી કાંઈ શાતાનું કારણ નથી.ઇતિ ભાવ:. ૨૬ [૨-૨).
સુહે સીમંધરસ્વામી ! પંચમ આરાના આ વિષમ કાળમાં તમારા ગુણોમાં હું રક્ત છું એટલી શાતા હું પામું છું. બાકી તો કદાગ્રહો જોતાં તો શાતાનું કોઈ કારણ જ નથી. કોઈ કહે જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણિ સાધો રે, નાતિ માંહિ નિરગુણ પણિ ગણિઈ, જસ નહી નાતિ બાધો રે.
શ્રી સી૦૨૭[૨-૩] બા, કોઈ કહે છે જે ગચ્છથી ન ટલ્યા ક0 ગચ્છમાંથી બાહિર નીકલ્યા નથી, એટલે આચાર્યના સંઘાડામાં રહ્યા છે અને તે નિર્ગુણ છે તોહી પણિ તે સાધો ક0 સાધુ કહીંશું ગચ્છમાં રહ્યા માટે. તે ઉપરિ દૃષ્ટાંત કહે છે. નાતિના સર્વ લોક ઉત્તમ હોય અને કોઇક નિર્ગુણ હોય પણિ તે નિર્ગુણ નાતિમાં ગણાય; જિહાં લગે નાતિ બાહિર ન કર્યો હોય તિહાં
- ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org