Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઉપાય કર્યો. મંત્રીશ્વર સહિત ગહિલા થઈને બાંઠા. પણ મનમાં તાજા છે, ડાહ્યા છે. ઇમ જાણે છે જે સારી વૃષ્ટિ થાય તો સહુ ડાહ્યા થઈ છે. તિમ એ દષ્ટાંત ઈહાં પણિ જાણવું. નિર્ગુણ ગચ્છે વસે, તેહની પરે ચાલે પણ મનમાં ઇમ જાણે જે સુવિહિત મલે તો તેને સંગે રહું અને શુદ્ધાચારી થાઉં. ઇતિ ભાવ:. ૩૧ [૨-૭]
સુઇ ગાંડા કરી નાખનારી કુવૃષ્ટિથી નગરજનો એનું પાણી પીને ગાંડા થયા. રાજા અને મંત્રીએ એ પાણી ન પીતાં ડાહ્યા રહ્યા. ગાંડા બનેલા લોકોએ આ બન્નેને મારવા લીધા. એટલે જીવ બચાવવા માટે રાજા-મંત્રી બન્નેએ પણ ગાંડા હોવાનો ડોળ કર્યો, એ વિચારથી કે જો સારી વૃષ્ટિ થાય તો પુનઃ સૌ ડાહ્યા બને.
આ દૃષ્ટાંત જેવું જ અહીં પણ છે. નિર્ગુણ ગચ્છમાં વસતો ગુણવંત સાધુ બીજાઓની જેમ વર્તે, પણ મનમાં તો એમ જ વિચારે કે સુવિદિત સાધુ મળતાં એમની સાથે હું શુદ્ધાચારી થાઉં. ઈમ ઉપદેશપદે એ ભાખું તીહાં મારગઅનુસારી રે, જાણીને ભાવે આદરીઈ કલ્યભાષ્ય નિરધારી રે. શ્રી સીવે ૩૨ [૨૮]
બા૦ઇમ ‘ઉપદેશપદ - હરિભદ્રસૂરિત - તેહમાં ભાખ્યું છે – કહ્યું છે. “ગીયWો ગુણજુત્તો' ઇત્યાદિ પૂર્વોક્ત ગાથા તથા ઇમ કહ્યું જે દ્રવ્યથી વ્યવહારે ચાલીઈં પણ ભાવથી ઉલ્લાસ ન પામીઇં તોહિ પણ તીહાં ક0 તે ગચ્છમાં પણિ કદાચિત સર્વ ક્રિયા-વ્યવહારમાં સાવધાન ન હોય પણ માર્ગાનુસારી જે શુદ્ધ પ્રરૂપક હોય, ગુણપક્ષપાતી હોય તો તે જાણીને તે માર્ગાનુસારીને ભાવે પણિ આદરીઈ ક0 ભાવથી પણિ અંગીકાર કરીશું એહવું કલ્યભાષ્ય' % બૃહત્કલ્પભાષ્યમાંહિ કહ્યું છે. યત:
सिढिलो अणायारकओ चोयण पडिचोयणाइ गुणहीणो । ગુuપન્નરો છો, સીને બો વિ માવેગ ? ? // કૃતિ. ૩૨ [૨-૮].
સુ0 પૂર્વોક્ત ગાથામાંની આ વાત શ્રી હરિભસૂરિએ ‘ઉપદેશપદ'માં કહી છે. તથા એમણે એમ કહ્યું કે દ્રવ્યથી વ્યવહારે વર્તીએ, પણ ભાવથી ઉલ્લાસ ન પામીએ. આવા (નિર્ગુણ) ગચ્છમાં પણ જે માર્ગાનુસારી શુદ્ધ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org