Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
લગઈં. જસ નહી ક∞ જે ગુણરહિત પુરુષનો નહી જ નથી, નાતિ બાધો ક૦ નાતિમાં બાધક એતલે તે પુરુષનો જિમ નાતિમાં બાધક નથી તિમ સાધુ પણ ગચ્છમાં છે માટે રૂડો જાણવો. ૨૭ [૨-૩]
સુ૦ કોઇ એમ કહે કે - ‘કોઇ સાધુ નિર્ગુણી હોવા છતાં જ્યાં સુધી તે ગચ્છમાં હોય ત્યાં સુધી તે સાધુને રૂડો જ જાણવો. જેમ આખી નાતમાં કોઇ વ્યક્તિ નિર્ગુણી હોવા છતાં તે નાત બહાર ન મુકાઇ હોય ત્યાં સુધી તે નાતિમાંહે જ ગણાય, જ્ઞાતિમાં એનો કોઇ બાધ ન ગણાય.
ગુણ અવગુણ ઇમ સરિખા કરતો, તે જિનશાસન-વયરી રે, નિર્ગુણ જો નિજ છંદે ચાલે, તો ગચ્છ થાઈ સ્વૈરી રે. શ્રી સી૦ ૨૮[૨-૪]
બાળ ઇમ કહે છે તેહને શિખામણ દિઇ છે : એ રીતેં ગુણ અને અવગુણ સરીખા કરતો થકો તે જિનશાસનનો વૈરી જાણવો. તે વૈરીનો હેતુ દેખાડે છે. તે ગચ્છમાં રહ્યો નિર્ગુણ તે જો નિજ ક∞ પોતાને છાંદે ચાલે તો ગચ્છ થાઇ સ્વૈરી ક૦ સર્વ ગચ્છ સ્વેચ્છાચારી થાય. એક હીણો દેખી બીજો પણિ હીણાચારી થાઇં. ઇતિ ભાવઃ. ૨૮ [૨-૪]
સુ૦ આમ કહેનારને શિખામણ અપાઇ છે કે ‘આ રીતે ગુણઅવગુણને એકસરખા ગણનાર જિનશાસનનો વેરી છે. નિર્ગુણી સાધુ જો ગચ્છમાં રહીને સ્વચ્છંદે વર્તે તો આખો ગચ્છ સ્વેચ્છાચારી બને, એક હીણાને જોઈ બીજો પણ હીણો બને'.
નિર્ગુણનો ગુરુ પક્ષ કરે જે, તસ ગચ્છ ત્યજવો દાખ્યો, તે જિનવર-મારગનો ઘાતક, ગચ્છાચારે ભાખ્યો રે. શ્રી સી૦ ૨૯[૨-૫]
બાળ જો વલી નિર્ગુણ હોય તેહનો પક્ષપાત ગુરુ કરેં તો તસ કર તેહુનો ગચ્છ ત્યજવો. ક૦ બીજા સાધૂઇ છાંડવો. દાખ્યો ક૦ કહ્યો છે. પણિ તે ગચ્છમાં રહેવું નહીં. તે જિનવરના મારગનો ઘાતક ક∞ તે ગુરુ જિનેશ્વરના માર્ગનો ઘાત કરનાર જાણવો. એ રીતે ગચ્છાચાર પયજ્ઞા મધ્યે ભાખ્યો ક૦ કહ્યો છે. યતઃ
जहि नत्थि गुणाण पक्खो, गणी कुसीलो कुसीलपक्खधरो । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्वो ॥ १ ॥
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org