Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ૦ આ પંચમ આરામાં જેમ ખાધેલું વિષ જીવને મારે છે તેવું જ અવિધિદોષનું છે. તેથી વિધિ-રસિક જીવે વિધિમાર્ગ અનુસરવા સાવધ રહેવું.
કોઇ કહે જિમ બહુ જન ચાલે, તિમ ચલિઈ, સી ચર્ચા ? મારગ મહાજન ચાલ્યે ભાખ્યો, તેહમાં લહી અર્ચા રે. જિ૦ ૭ [૧-૭]
બાળ કોઇ કહેં ક0 વિલ કેતલાઇક તો ઇમ કહે છે જે જિમ બહુજન ચાલે ક૦ ઘણાં લોક ચાલે તિમ ચલિઈ ક0 તે રીતે ચાલિŪ. ઘણાં કરતાં હસ્થે તે રૂડું જ કરતા હસ્યું. હવે સી ચર્ચા ક૦ ઝાઝી ચર્ચા સી કરો છો? આપતિ કરતા હુઇઇ તો ચર્ચા કરો. જે કારણે મારગ તો કોહને કહિઈં? તે કહે છે મહાજન ક૦ મોટા લોકના સમુદાય ચાલે તેહની ચાલિ તે માર્ગ કહિઇં, ભાખ્યો ક૦ ગ્રંથમાં કહ્યો છે. યતઃ
મહાનનો ચેન ાત: સ પંથા: ઇતિ વચનાત્. ઇહાં મહા શબ્દ તે બહુવાચી જાણવો. બહુજન-મત આદરતાં ઇતિ ઉત્તર વચનાત ્ . તેહમાં ક૦ તે મહાજનની ચાર્લ્સે ચાલતાંમાં લહિઈ ક0 પામીઇં. અર્ચા ક૦ પૂજા ઇતિ શિષ્યવચનં, ૭ [૧-૭]
સુ૦ કેટલાક એવી દલીલ કરે છે કે બહુજન જેમ ચાલે તેમ જ ચાલવું. મોટો સમુદાય કરતો હશે તે રૂડું જ હશે ને ! મહાજનની ચાલને જ તેઓ માર્ગ કહે છે.
એ પણિ બોલ મૃષા મન ધરીઈ, બહુજનમત આદરતાં, છેહ ન આવે બહુલ અનારય, મિથ્યા મતમાં ફિરતાં રે. જિ૦ ૮ [૧-૮]
બાળ હવે ઉત્તર દિઇ છે. એ પણ બોલ કહ્યો તે મૃષા મન ધરીઉં ક જૂઠો ચિત્તમાં ધારીઇં. તેહનો હેતુ કહે છે. જે બહુજનમત આદરતાં ક૦ ઘણા લોકનો મત આદરતાં તો બહુલ અનારય ક∞ ઘણાં જન તો અનારય છે. તેહનો છેહ ન આવે ક૦ પાર ન પામીઇ. મિથ્યા મતમાં ફિરતાં ક૦ મિથ્યા મતિમાં ભમતાં અનારય સર્વ મિથ્યા મતિ છે. તેહમાં ભમતાં પાર ન પાંમીઇ. ઇતિ ભાવઃ ૮ [૧-૮]
સુ૦ આ વાત ખોટી છે. બહુ જન તો અનાર્ય જ હોવાના. એમનો મત આદરતાં તો પાર જ ન આવે.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org